ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલીઆગ દુર્ઘટના બાદ હોસ્પિટલ ની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલીઆગ દુર્ઘટના બાદ હોસ્પિટલ ની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા

રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારના સભ્યોને રૂપિયા ૦૪ લાખની સહાય જાહેરાત

રાજપીપલા, તા 2

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં આકસ્મિક કરૂણ આગ દુર્ઘટના ઘટીહતી . જેની જાણ થતા ભરૂચ ના સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. જેમાં ૦૨ નર્સ સહીત ૧૬ દર્દીઓ સ્થળ પર જ આગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને અકસ્માત દરમિયાન ઘાયલ થયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન ૦૪ વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જે ને ખુબ જ દુઃખદ ઘટના ગણાવી સંસદે તે માટે હું ખૂબ જ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી

આ પ્રંસગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારના સભ્યોને રૂપિયા ૦૪ લાખની સહાય આપવામાં આવશે અને જિલ્લામાં તથા અન્ય બીજી જગ્યાએ આવી આગ અકસ્માતની દુર્ઘટના ફરી ન ઘટે તે બાબતે અમે સરકારનું ધ્યાન દોરીશુ.એમ પણ જણાવ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા