મેઘાણીનગરમાં એક મિત્રના મિત્રની હત્યાનો બનાવ બન્યો

અમદાવાદમાં નવા વર્ષના પ્રારંભ વચ્ચે ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. મેઘાણીનગરમાં એક મિત્રના મિત્રની હત્યાનો બનાવ બન્યો છે. ત્યારે શહેરના ઠક્કરબાપાનગર ખાતે એક દુકાનમાં અજાણ્યા શખસોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. ફાયરિંગ કરી રૂપિયાની લૂંટ કરીને લૂંટારા બાઈક પર ફરાર થઈ ગયા હતા. કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. શહેરના ઠક્કરબાપાનગર પાસે આવેલી ગાયત્રી ટ્રેડર્સ દુકાને પાન મસાલાના વેપારીને હથિયાર બતાવીને ત્રણ અજાણ્યા શખશો 35 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હિંદીમાં વાત કરી કે, તેરે પાસ જીતના ભી માલ હે વો સબ દે દે કહીને જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ અને ડીસીપી સહીતનો પોલીસ કાફલો બનાવમાં સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ અંગે ડીસીપી ઝોન 4 રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ આવ્યા ત્યારે વેપારી રૂપિયા ગણતો હતો અને અજાણ્યા શખસો આવીને જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યું હતું.હાલ આ બનાવ સંદર્ભે ગુનો નોંધવાનો પ્રક્રિયા હાથ ધરી છે.