અરવલ્લી શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં રોષ

અરવલ્લીના મેઘરજ નગરના જનતા નગર વિસ્તારના લાભાર્થીએ નવીન શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો વાળી ટાઈલ્સ લગાવતાં હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોનો વિરોધ જોઇ તંત્ર દોડતું થયું હતુ અને ટાઇલ્સ દૂર કરી હતી. મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની કામગીરી સખી મંડળોને સોંપવામાં આપવામાં આવી હતી. સખી મંડળ દ્વારા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કરાયાનું સામે આવ્યું હતુ. ત્યારબાદ મેઘરજ ગામમાં અને સમગ્ર પંથકમાં આક્રોશ વ્યાપ્યો હતો.