સુરત: બનાવટી ગુટખા સહિતની સામગ્રી સાથે એકની અટકાયત

સુરતના ઉધના ખાતેથી બનાવટી ગુટખા બનાવવાના મસમોટા રેકેટને પોલીસે ઝડપી પાડ્યુ છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડના બનાવટી ગુટખા સહિતની સાધન સામગ્રી સાથે એક શખ્સની અટકાયત કરી છે. ઉધનાની ચંદ્રદીપ સોસાયટીમાં એક મકાનમાં બનાવટી ગુટખા બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતુ.