સરકાર, તંત્ર અને પ્રતિનિધિઓ ના સમન્વય દ્વારા બહુ જલદી જિલ્લાની વિકટ પરિસ્થિતિમાં આવશે સુધારો: કોરોના હારશે અને લોકો જીતશે !

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા કોરોના મહામારીમાં લોકોની વહારે આવ્યા.


 સરકાર, તંત્ર અને પ્રતિનિધિઓ ના સમન્વય દ્વારા બહુ જલદી જિલ્લાની વિકટ પરિસ્થિતિમાં આવશે સુધારો: કોરોના હારશે અને લોકો જીતશે !


દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 25 લાખની રકમ બેડ, ઓક્સિજન, રેમડીસિવર ઇન્જેક્શન માટે ફાળવ્યા.


રાજપીપળા,તા.1


દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ઓક્સિજનના અભાવે મૃત્યુ ના આંકડા વધી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાની કોવીડ 19 ની હોસ્પિટલમાં પણ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને દાખલ કરવાની ના પાડી છે.ત્યારે લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. અને લોકોની રજૂઆતને ધ્યાને લઇ ધારાસભ્ય મહેશ વસાવા એમની વહારે આવ્યા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં કોરોના એ કહેર વર્તાવ્યો છે.ત્યારે દેડિયાપાડા ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ધારાસભ્ય ગ્રાન્ટ માંથી ૨૫ લાખ રૂપિયાની રકમ દેડિયાપાડા ખાતે આવેલ કૃષિ ઈજનેરી કોલેજ તથા સીએચસી ખાતે ઉભા કરેલા કોરોના કેર સેન્ટર અને સાગબારાના કન્યા આદર્શ નિવાસી શાળા ખાતે આવેલ કોરોના કેર સેન્ટર ખાતે બેડ,ઓક્સિજન અને રેમડીસીવર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ફાળવણી કરી છે.અને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવા જે તે વિભાગને જાણ કરી દેવામાં આવી છે સ્થાનિક લોકોને અહીં જ પૂરતી સારવાર મળી રહેશે. અને એ જાણીને લોકોએ હાશકારો અનુભવ્યો છે.અને આવનારા સમયમાં પણ સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના સામે લડવા લોકોને જ્યારે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરવા ગ્રાન્ટની જરૂર પડશે તો ફાળવણી કરવામાં આવશે.


 રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા