ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલો જંગલ ચોરીની બોલેરો પિકઅપ ઝડપાઇ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા

નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલો જંગલ ચોરીની બોલેરો પિકઅપ ઝડપાઇ
85,000 ના 80 નંગ ખેરના લાકડા
અને બોલેરો પિકઅપ સાથેરૂ. 2,35,000નો મુદ્દામાલ જપ્ત.

બે આરોપી ઝડપાયા

લાકડાચોરીની નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ.

વન વિભાગની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ

બોલેરો પિકઅપમાં ઘાસ વચ્ચે ખેરનાં લાકડા છુપાવીને લઈ જતા પકડાયા

રાજપીપલા, તા 1

નાંદોદ તાલુકાના લાછરસ ગામેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલો જંગલ ચોરીની બોલેરો પિકઅપગાડી પકડી પાડી ગોરા રેન્જ ના વન વિભાગે
85,000 ના 80 નંગ ખેરના લાકડા
અને બોલેરો પિકઅપ સાથેરૂ. 2,35,000નો મુદ્દામાલ જપ્તકરી બે ઇસમો ને ઝડપી પાડી તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળમાં સમાવિષ્ટ કેવડિયા વન વિભાગ હસ્તકનાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયાને મોડી રાત્રે બાતમી મળેલ તે આધારે લાછરસ ગામે પ્રજા અને સ્ટાફ સાથે રેઇડ કરી હતી. જેમાં અણીજરાનાં 2 વ્યક્તિઓને 80 નંગ ખેરના લાકડા અને બોલેરો પિકઅપ સાથે 2,35,000 ₹નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

Sou હસ્તકનાં કેવડિયા ફોરેસ્ટ ડીવીઝનનાં નાયબ વન સંરક્ષક પ્રતીક પંડયાનાં માર્ગદર્શનમાં ગોરા રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વિરેન્દ્રસિંહ ઘરીયા વન ચોરી અટકાવવા સઘન પ્રયાસ અંગે જણાવ્યું હતું કે ગઈકાલે અંગત બાતમીદાર પાસેથી મળેલ બાતમી અનુસાર તેઓએ અણીજરા ગામનાં ભગવાનદાસ શંકર વસાવા અને દશરથ ભગવાન વસાવા ખેરનાં લાકડા ભરીને માંગરોળ ગામેથી સંખેડા મુકામે બોલેરો પિકઅપમાં ભરીને લઈ જતા હતા,જે પ્રમાણે સ્ટાફનાં વલ્લભભાઈ તડવી, પૃથ્વીરાજસિંહ ગોહિલ,મનોજ વસાવા, પરીમલસિંહ રણા ,અશોકસિંહ ગોહિલની ટીમે લાછરસ ગામેથી સ્થાનિક પ્રજાનાં સાથસહકારથી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.
તપાસ હાથ ધરતા આરોપીઓએ વન વિભાગની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરીને બોલેરો પિકઅપમાં ઘાસ વચ્ચે ખેરનાં લાકડા છુપાવીને લઈ જતા હતા, આ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડીનો પણ ગોરા રેન્જે પર્દાફાશ કર્યો હતો.

આરોપીઓ પાસેથી ૮૦ નંગ ખેરનાં લાકડા જેની કિંમત ૮૫,૦૦૦ ₹ અને બોલેરો પિકઅપ જેની કિંમત – ₹૧.૫૦ લાખ સહિત કુલ ૨,૩૫,૦૦૦ ₹ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ખેર એ અનામત પ્રકારનું વૃક્ષ છે, વનવિભાગની પૂર્વ મંજૂરી વિના કાપી કે વહન કરી શકાય નહીં, જેથી ઉપરોક્ત આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી હોય વનઅધિનિયમ ૧૯૨૭ની કલમ ૩૦,૩૧ ગેરકાયદેસર અનામત વૃક્ષ છેદન ધારા અને 41.1(B) મુજબ વિના પરવાનગીએ ખેરનાં લાકડા વાહતુક કરીને ગુનો આચરતા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

લાકડાચોરો પર વનવિભાગ તરફથી થતી કડક કાર્યવાહી થતી હોવાનાં કારણે લાકડાચોરી માટે અલગ અલગ નુસખા અજમાવતા હોય છે પરંતુ બાતમીદારોના વિશાળ નેટવર્ક અને સ્થાનિક પ્રજા સાથે પ્રતિદિનનાં સંકલનથી સતત વનચોરી અટકાવવા માટે જાગૃતિ લાવવાનાં સતત પ્રયત્ન અને સતત પેટ્રોલિંગથી વન ચોરોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા