*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા આઇસીજીના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ*
*જીએનએ ગાંધીનગર* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ PTM, TM એ ગુરુવાર, તા. ૩૧ ઓગસ્ટે ગાંધીનગરમાં લીધી હતી.
રાકેશ પાલ PTM, TM એ નવી દિલ્હીમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેડ ક્વાર્ટર્સ ખાતે ૨૫માં ડિરેક્ટર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી.
મુ઼ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના બિપરજોય વાવાઝોડાની આફત સમયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત સહિતની કામગીરી અને દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટગાર્ડના અન્ય ઓપરેશન્સની સિદ્ધિઓ વિશે જાણીને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની રાષ્ટ્ર રક્ષાની સેવાની સરાહના કરી હતી.