ગેર કાયદેસર વનસ્પતિજન્ય
વનસ્પતિજન્ય સુકો ૪૧૭ ગ્રામગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી
એસ.ઓ.જી.નર્મદા પોલીસ

રાજપીપલા બાલાપીર દરગાહના કંમ્પાઉન્ડના રહેણાંકના મકાન માંથી ગાંજો પકડાયો

ગેર કાયદેસર વનસ્પતિજન્ય
વનસ્પતિજન્ય સુકો ૪૧૭ ગ્રામગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી
એસ.ઓ.જી.નર્મદા પોલીસ

રાજપીપલા, તા 1

રાજપીપલા બાલાપીર દરગાહના કંમ્પાઉન્ડના રહેણાંકના મકાન માંથીવેચાણ કરવાના ઇરાદે ગેરકાયદેસર નો ગાંજો પકડાયો છે. જેમાં એસ.ઓ.જી. નર્મદા પોલીસે ગેર કાયદેસર
વનસ્પતિજન્ય સુકો ૪૧૭ ગ્રામગાંજા સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર

નર્મદા પોલીસ
અધિક્ષક હિમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન મુજબ નાર્કોટીકસ બદીને
નાબુદ કરવા તેમજ પરીણામ લક્ષી કામગીરી કરવા સુચનાઆપતા એસ.ઓ.જી. પીઆઇ નર્મદાના કે.ડી.જાટ તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા મળેલ બાતમીને આધારે
આરોપી મયુદીન નશરૂદીન મલેક (રહે.રાજપીપલા, હરસિધ્ધી માતાના મંદિર સામે આવેલ
બાલાપીર દરગાહના કંમ્પાઉન્ડમાં)ના પોતાના રહેણાંક મકાનમાં વેચાણ
કરવાના ઇરાદે ગેર કાયદેસર વનસ્પતિજન્ય સુકો ૪૧૭ ગ્રામ કી.રૂ.૪,૧૭૦/- તથા રોકડા રૂ.૯૦૦/- કુલ કિ.રૂ.૫૦૭૦/- નો મુદ્દામાલ સાથેઆરોપી ને ઝડપી પાડ્યો હતો. અને રાજપીપલા પોલીસ સ્ટેશનમાં
એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા