ટેક ઓફ કરી રહેલા પ્લેન સામે અચાનક આવી જીપ

પૂણેઃ એર ઈન્ડિયાનું એક વિમાન પાયલટના આગવા કૌશલ્ય અને સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયું છે. હકીકતમાં પૂણે એરપોર્ટના રનવે પર વિમાન જેવું જ દિલ્હી માટે ટેકઓફ કરવા જઈ રહ્યું હતું કે અચાનક જ ત્યાં એક જીપ અને વ્યક્તિ રસ્તામાં આવી ગયા.
આ સમયે વિમાન આશરે 222.24 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર પહોંચ્યું હતું. વિમાનના પાયલટે તુરંત જ પોતાનું આગવું કૌશલ દર્શાવતા ટેકઓફનો નિર્ણય કર્યો. વિમાન સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયું