ભગવાન છુટ્ટી પર અને વિજ્ઞાન ડયુટી પર* *લેખિત : સંજય રાવલ*

હું સંજય રાવલ કોરોના ના પરિસ્થિતિની અંદર ચાલીસ દિવસ સુધી જે સમયે લોકોએ કઠીંન પરિસ્થિતિમાં વિતાવ્યો. તે દરમિયાન મારી પાસે એક સુંદર મજા નું વાક્ય આવ્યું હતું Whatsapp એવું ગ્રુપ છે જેમાં ઘણા બધા મેસેજ આવે છે તે આપણે મેસેજ વાંચી છે. તેમા ઘણા બધા મેસેજ એવા હોય છે. કે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. મારા whatsapp માં પણ એક સુંદર મેસેજ આવેલો જેમાં લખ્યું હતું કે *”(ભગવાન છુટ્ટી પર અને વિજ્ઞાન ડ્યુટી પર”)* જાણે આપણ ને આ મેસેજ એવું સૂચવે છે. ખરેખર ભગવાને જ પોતાના દરવાજા બંધ કરી દીધા હોય. આ સુંદર મેસેજ મારી પાસે આવેલ હતો. આ મેસેજ વાંચ્યા બાદ મને થયું. કે આપણે આ મેસેજ ના આધારે થોડું મને ઊંડાણમાં જવાનું મન થયું. અને એક્ઝામ્પલ તરીકે મને વિચાર આવ્યો. કે આપણે મુવી જોવા ગયા હોઈએ. અઢી-ત્રણ કલાકની મૂવી જોયા પછી બહુ સારું લાગે અને બહાર નીકળીએ. ત્યારે કોઈ આપણે પૂછે. કે આ મુવી આટલું સારું બન્યું. તેની ક્રેડિટ કોને જાય અને જો આપણે ફક્ત એક્ટર અને એક્ટ્રેસનું નામ લઈએ તું કેટલું યોગ્ય લાગે. એક્ટર અને એક્ટ્રેસની ડેફીનેટલી ક્રેડિટ વધારે છે, તેમનું કામ ખૂબ સુંદર હતું માટે મુવી સારું બન્યું ? પરંતુ એના કરતા ઘણી વધારે ક્રેડિટ આપણે એ વ્યક્તિ ને આપવી પડે છે. એ છે. (ડાયરેક્ટર) ? કેમકે એક્ટર અને એક્ટ્રેસ અઢી કલાકના મુવીમાં અમુક સમય એવો હોય છે કે અડઘો -પોણો કલાક તેઓ નાં સીન મુવી માં નાં હોય અથવા રોલ નાં હોય. અથવા તે
દરમિયાન સાઈડ હીરો નું શૂટિંગ ચાલતું હોય. પરંતુ જેના વગર એક પણ મીનીંટ નો સીન શક્ય નથી. અેવા ડાયરેક્ટર ને કેમ ભુલાય,અેટલે આ મુવી સારું બન્યું. તેની ક્રેડિટ એક્ટર અને એક્ટ્રેસ ને આપીએ એના કરતાં ફિલ્મના ડાયરેક્ટર ને story ને વધારે કિટીસૅ વધારે આપીએ. બસ એ જ અનુસંધાનમાં આપણે કોરોના ના અનુસંધાનમાં વિચારીએ,તો આપણા ભારત દેશની વસ્તી ૧૩૫ કરોડ જનતા વાળો દેશ છે ૮૦ કરોડથી પણ વધારે લોકો દરરોજની મજૂરી કરીને દરરોજ ખાય છે. એવા દેશમાં કોરોના ની મહામારીની અંદર ચાલીસ દિવસ સુધી lockdown ને ટકાવી રાખવા માટે સરકાર પછી જો કોઇ મહત્વનું કામ કર્યું હોય તો એ છે. બિનસરકારી સંસ્થાઓ એ પણ પોતાની તિજોરીમાં કેટલું ધન છે. એ જોયા વગર તેમના સભ્યોએ પોતાના જાતની રસ્તા પર ઉત્તરવાથી કેટલું રિષૅ છે, તે જોયા વગર એક જ ઇમ્પ્રેરેશનમાં કામ કર્યું, કે મારા હિન્દુસ્તાની ક્યારે પણ ભૂખ્યા ન સુવા જોઈએ. બનતી દરેક સહાય અન્ય સંસ્થાઓએ આપવાનો ટ્રાય કર્યો અને આ લોકોને કોઈએ કહેવું પડ્યું નથી મુખ્ય મુદ્દો અે છે કે લોકો ને કોઈએ કહેવામાં નથી આવ્યું. ના તો સરકારે તેમની કોઈ સૂચનાઓ આપી હતી. છતાં પણ એ લોકોએ પોતાની મેતે રોડ પર ઉતરી ગયા. પોતાના જાતની પરવા કર્યા વગર ફેમિલીની પરવા કર્યા વગર સેવાકીય પ્રવૃત્તિઓમાં ખુબ સુંદર કામગીરી કરી બતાવી ખરેખર એક્ટર તરીકે ની ભૂમિકા જો ભજવી હોય તો આ લોકોએ એક્ટર તરીકે ખુબ સુંદર કામ કર્યું છે. તો તરત જ સવાલ એવો થાય છે. એ આ લોકોની પાછળ ડાયરેક્ટ તરીકે કોણે કામ કર્યું હશે. એમની પાછળ સેવા ની ભાવના જગાવવાનું કામ કોણે કર્યું તો લગભગ આનો આન્સર આપતા પહેલા વિચારી લઈએ આ દરેક બિનસરકારી સંસ્થાઓ જેટલી પણ છે 60 થી 70 ટકા સંસ્થાઓ એવી છે કે કોઈ ધર્મ સાથે
સાથે જોડાયેલી હશે, કોઈ ઈશ્વર સાથે જોડાયેલી હશે. એ ઈશ્વરે આપેલા સંસ્કારો એ ધર્મ એ આપેલી પ્રવૃત્તિઓ એમના હદયની અંદર હંમેશા માટે ઘર કરીને બેઠી હોય છે અને એટલા જ માટે આવી આફત આવે ને ત્યારે એમને બીજા કોઈના ઇનપ્રીરેશન જરૂર નથી હોતી, ભગવાન છુટ્ટી પર અને વિજ્ઞાન ડ્યુટી પર છે કેમકે હજુ સુધી કોરોના ની દવા માટે કોઈ રિઝલ્ટ આવ્યું નથી અને દવાની શોધ કરવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. તમામ કોરોના ની પરિસ્થિતિમાં દરેક મંદિરના દ્વાર દરવાજા ભગવાને બંધ કરી દીધા તે દરમિયાન તમામ સ્વયંસેવકોના હૃદયની અંદર સ્થાન કરી, એમને ઇનપીરેશન આપી. તમને અને ડબલ ડયુટી
ઉપર આખા દેશમાં lockdown ની અંદર જીવન જીવવા માટેની પ્રેરણા આપી રહ્યા હોય ગમે તે રીતે દિવસો વિતાવવા માટે પ્રેરણા આપી રહ્યા રહ્યા છે. તમામ લોકોને જીવન જરુરિયાત ની કિટ નાં માધ્યમથી બનતી તમામ સહાય કરવા માટે પ્રેરણા આપતો રહ્યો હોય . એટલે એમ કહેવું પડે. મારુ ઈશ્વર છુટ્ટી પર હોવાથી પણ દરેક સ્વયંસેવકોના હૃદયમાં પગ રાખી સ્વયંસેવકોના હૃદયમાં સ્થાન રાખી તે કોરોના 40 દિવસોમાં તેમને ડબલ ડયુટી ઉપર કામ કર્યું. તે ઈશ્વરની કૃપાથી શક્ય બન્યું. કોરોના ના પરિસ્થિતિ અંદર જ્યારે મંદિરના દ્વાર બંધ થઈ ગયા. ત્યારે ખુદ ભગવાને સ્વયંસેવકોના દિલમાં રહીને સેવાકીય ભાવનાની જ્યોત જગાવી હતી.