શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે