બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
રાજપીપલા નગર પાલિકા માં પાંચ વર્ષ પછી પહેલી વાર નવી બોડી માં કમિટીઓની રચના કરાઈ
કૂલ 19કમિટીઓના ચેરમેનની વરણી
ત્રણ સદસ્યોને બબ્બે કમિટીની લ્હાણી
તમામ કમિટી ચૂંટાયેલ ભાજપાને ફાળે
વિરોધ પક્ષને ફાળે એક પણ ખાતું નહીં
પાલિકા પ્રમુખ ઉપપ્રમુખે પોતાના માટે એક પણ ખાતું રાખ્યું નહીં
રાજપીપલા, તા 27
રાજપીપલા નગર પાલિકામાં પાંચ વર્ષ પછી આજે પહેલી વાર નવી બોડી માં વિવિધ 19જેટલી કમિટીઓની રચના કરાઈ હતી. અને દરેક કમિટીના ચેરમેનો ની જાહેરાત કરાઈ હતી
કૂલ 19કમિટીઓના ચેરમેનની વરણીમાં ત્રણ સદસ્યોને બબ્બે કમિટીની લ્હાણી કરાઈ હતી.જોકે તમામ કમિટી ચૂંટાયેલ ભાજપા ના સદસ્યોને ફાળે ગઈ હતી
વિરોધ પક્ષને ફાળે એક પણ ખાતું આવ્યું નહોતું
જોકે પાલિકા પ્રમુખકુલદીપ સિંહ ગોહિલ અને ઉપપ્રમુખે પોતાના માટે એક પણ ખાતું રાખ્યું નહોતું. અને બીજા સદસ્યોને વહેંચી દઈ ત્યાગનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજની 19કમિટીના ચેરમેનની થયેલી વરણીમાં
1)કારોબારી ચેરમેનતરીકે સપનાબેન રમેશભાઈ વસાવા2)ટાઉન પ્લાનીંગ:નામદેવભાઈ અરવિંદભાઈ દવે,3)
બાંધકામકિંજલબેન સંજથભાઈ તડવી,4)
સેનેટરી :ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ,5)
એપોઈન્ટ:મેન્ટલીલાબેન સુરેશભાઈ વસાવા,6)
ગાર્ડન:આશીષભાઈ વિનોદભાઈ ડબગર,7)
લાઈટ:વૈશાલીબેન પ્રગ્નેશભાઈ માછી,8)વાહન: ગિરિરાજસિંહમહેન્દ્રસિંહ ખેર9)પરચેઝ :
આશીષભાઈ વિનોદભાઈ ડબગર.,10)એપેલેટ :સાબેરાબેન રજાકભાઈ શેખ,11)ટાઉન હોલ : વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ, 12)રમત ગમત: વૈશાલીબેન પ્રગ્નેશભાઈ માછી,13)વોટર વર્ક્સ :અમિષાબેન ભટ્રેશભાઈ વસાવા,14)લાયબ્રેરી: પ્રગ્નેશમાર મહેન્દ્રભાઈ રામી,15)ભૂગર્ભ ગટર યોજના :
કાજલબેન પંકિલભાઈ પટેલ,16)લીગલ: કાજલબેન રામચંદ્ર કાછીયા,17)
જૈવિક વિવિધતા વ્યવસ્થાપન :કાજલબેન રામચંદ્ર કાછીયા18)
પસંદગી :લીલાબેન સુરેશભાઈ વસાવાઅને 19)
એન્યુએબલ:મીરાબેન ભવાનીપ્રસાદ કહારનો સમાવેશ કરાયો છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા