*આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી*.
*તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે*.
*રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે*
……