અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા..
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વેલીડ બી.યુ. પરમિશન વગર થતો વપરાશ/ઉપયોગ અટકાવવા કોમર્શિયલ બિલ્ડીંગ ને સીલ કરવામાં આવ્યા છે જેમાં નીચેના કોમર્શિયલ બિલ્ડીંગ સીલ કરાયા છે.
શેફાલી કોમર્શિયલ સેન્ટર , પાલડી ચાર રસ્તા પાસે, પાલડી. (૮૧ યુનિટ), યુનિવર્સિટી પ્લાઝા, વિજય ચાર રસ્તા, નવરંગપુરા. (૬૮ યુનિટ).આ તમામ બિલ્ડિંગમાં બાંધકામની પરવાનગી લેવામાં આવી નહોતી. અહીં એક વાત જણાવીએ કે મકાન ના બાંધકામ માટે બીયુ પરમિશન મેળવવી ફરજીયાત હોય છે. બીયુ પરમિશન વગર મકાન નો વપરાશ ચાલુ રાખી શકાય નહીં. આ બાબતોની જાણ થતાં જ AMC દ્વારા આ બિલ્ડીંગસ ને સીલ મારવામાં આવી હતી.. અહીં એક સવાલ ઉભો થાય કે આવી તો અનેક બિલ્ડીંગ શહેરમાં હશે જ તો શું એ બાબતે તપાસ કરી તે બિલ્ડીંગસ પર કાર્યવાહી કરવામાં આવીશે?