નીતિન પટેલના મહેસાણા કાર્યાલય ખાતે આંદોલનકારીઓએ હાય હાયના નારા

મહેસાણા: એસસી, એસટી, ઓબીસી વર્ગની બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા GAD ભરતીમાં અન્યાયકર્તા ઠરાવ સરકારે રદ નહીં કરતાં તેના વિરોધમાં મહેસાણા બંધનું એલાન અપાયું છે. ત્યારે નીતિન પટેલના મહેસાણા કાર્યાલય ખાતે આંદોલનકારીઓએ હાય હાયના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આંદોલનકારીઓએ કેટલીક દુકાનો બંધ કરાવી હતી. જ્યારે કેટલાક લોકોએ સામેથી દુકાનો બંધ રાખી હતી. મહેસાણાના શહેરમાં બંધની અસર જોવા મળી હતી. જ્યારે હાઈવે સહિતના વિસ્તારમાં અસર દેખાઈ ન હતી.