ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એ કરી આત્મહત્યા

સુરત: ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અનિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી આત્મહત્યા. ઇનવે ચાર્જમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પરિણીત મહિલા પીએસઆઇએ આત્મહત્યા કરતા પોલીસબેડામાં ચકચાર. અનિતા જોશીને એક બાળક પણ છે. આ ઘટના પાછળનું કારણ હજુ અકબંધ. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.