હૈદરાબાદમાં 2000 કરોડના કૌભાંડનો પર્દાફાશ

આવકવેરા વિભાગે 6 ફેબુ્આરીએ એક સાથે 40 સ્થળોએ પાડેલા દરોડા અંગે આજે ચોંકાવનારો દાવો કર્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ વિજયવાડા, કડપ્પા, વિશાખાપટ્ટનમ, દિલ્હી અને પુણેમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર જૂથોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ ગ્રૂપ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં સક્રિય છે. આ ઉપરાંત આંધ્રના પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને પૂર્વ અંગત સચિવ પી શ્રીનિવાસ રાવને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.