*રાધનપુર ખાતે ટી.બીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઈ…*
એબીએનએસ, : રાધનપુર એસ.ડી.એચ. હોસ્પિટલ ખાતે આજ રોજ જન્મ દીવસ નિમિતે રાધનપુર તાલુકાના તમામ ટી.બી દર્દી ને કઠોળ કીટ આપી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા આઠ વર્ષથી જન્મ દિવસએ ટી.બી ના દર્દી ને દતક લે અને ક્યારેક તો એક સાથે દર્દી ને કઠોળ ની કીટ આપી ને જન્મ દિવસ ની ઉજવણી કરે છે. હાલ લોકો જન્મદિવસ ઉજવવા આજેપણ બધા લોકો મસ મોટા ખર્ચા પણ કરે છે. અને પાર્ટી માં ખર્ચ કરી અને કેક કાપી ને અલગ અલગ રિતે ખર્ચા કરે છે. પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરે છે.
આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડાના જણાવ્યા મુજબ ટી.બી ના દર્દીને દત્તક લે અથવા તો એક એક કીટ આપે તો આ પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય..આ ઊજવણી ના ભાગ રૂપે આજે ૬૦ જેટલા દર્દી ને આજ રોજ કઠોળ ની કીટ આપવામાં આવી હતી.
જેમા અશ્વીન ભાઈ દાફડા તરફ થી ૩૦ કીટ અને ચિરાગ ચાવડા તરફ થી ૩૦ કીટ આપવા મા આવી જેમાં આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા અત્યાર સુધમાં માં ૨૫૫ થી વધુ દર્દી ને કીટ આપી ચૂક્યા છે.આજના આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર,મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડૉ.પરમાર, રાધનપુર સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ના આર.એમ.ઓ ડૉ.કે.કે.પંચાલ, ધીરુભાઈ દરજી, પિયુષ પટેલ એસ.ટી.એસ, એચ. આઇ. પઠાણ,શૈલેષ ભાઈ ઠાકોર, ઇકબાલ ભાઈ ઘાંચી તેમજ ટી.બી દર્દી હાજરી મા જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.