જેતપુર કેવડી ઇકો ટુરિઝમ ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ
દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા જેતપુર-કેવડી ઈકો ટુરિઝમ ખાતે જિલ્લાકક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મદદનીશ વન સંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડ ના અધ્યક્ષસ્થાને જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રોગ્રામમાં લેપર્ડ ની ટીમના સભ્ય કૌશલ મોદીએ પણ વન્ય પ્રાણીઓ વિશે અને તેમની પ્રકૃતિ વિશે તેઓના અનુભવ રજુ કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે દિપડા આપણા વિસ્તારમાં નહિ હશે તો ભૂંડ ની પ્રજાતિ દિવસે દિવસે વધતી જાય છે એમાં ખેડૂતો ને ભૂંડ દ્વારા ખેતરોમાં પાકને નુકસાન સહન કરવો પડે છે. આ દીપડાઓ આપણા વિસ્તારમાં ન હશે તો ભૂંડની સંખ્યા વધતી જશે અને ખેડૂતોને મોટું નુકસાન થશે. દીપડો ખેડૂતના મિત્ર છે એમ પણ જણાવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભુપેન્દ્રસિંહ રાઓલજી દ્વારા પ્રોગ્રામ માં આવેલ તમામ મહાનુભાવોને વન્ય પ્રાણીઓ વિશે અને તેમાં લોકોને ખાસ કરીને આપણા તાલુકા માં જોવા મળતા વન્યપ્રાણીઓની માહિતી આપવામાં આવી હતી અને આપણા વિસ્તારમાં મુખ્યત્વે દીપડાઓ રહે છે અને એ દીપડા વો આપણને અવાર નવાર રાત્રી દરમિયાન જોવા મળે છે. ત્યારે શું કાળજી રાખવી તે વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.