ભરૂચમાં નેત્રંગના સ્મશાન ગૃહમાંથી તસ્કરોએ પ્લેટોની ચોરી કરી
ભરૂચમાં નેત્રંગના સ્મશાન ગૃહમાંથી તસ્કરોએ પ્લેટોની ચોરી કરી હતી. તસ્કરોએ પ્લેટોની ચોરી કરતા મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે મુસિબતો વેઠવી પડે છે. મહિલા સરપંચે વનવિભાગ પાસે સગડીઓની માંગ કરી હતી. નેત્રંગ અને વાલીયા તાલુકાના ૧૫થી ૨૦ ગામોની સગડીઓ માટેની માંગ કરી છે. એક તરફ ઓક્સિજની રામાયણ તો ચાલુ જ છે. હવે તસ્કરોએ પ્લેટોની ચોરી કરતા સ્મશાન માટે સગડીઓની રામાયણ શરૂ થઇ છે.