સુરત મિત્રની પહેલને પ્રતીસાદ મળી રહિયો છે લોકો બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે ઘરે રહેવાનુ લોકો ઉચિત માની રહ્યા છે

સુરત મિત્રની પહેલને પ્રતીસાદ મળી રહિયો છે લોકો બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે ઘરે રહેવાનુ લોકો ઉચિત માની રહ્યા છે સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિના પગલે લોકોમાં ચિંતા જોવા મળી હતી.ઘરમાંથી લોકો બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે. સુરત શહેરના ફ્લાયઓવર બ્રીજ અને રિંગ રોડ વિસ્તારમાં લોકોની અવરજવરની સાથે વાહનોનો ધસારો ખૂબ જ મર્યાદિત સંખ્યામાં જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં જોવા મળતી વાહનોની અવરજવર ખૂબ જ પાંખી જોવા મળી હતી. સુરતના મજુરાગેટ વિસ્તારમાં પ્રતિદિવસ વાહનોનો મોટો ધસારો રહેતો હોય છે. જો કે આજે એકલ-દોકલ વાહનોની અવરજવર જોવા મળી હતી