આજે ત્રીજી વાર હાફ લોક ડાઉન ના સકંજા માં

નર્મદા બ્રેકીંગ

રાજપીપલા આજે ત્રીજી વાર હાફ લોક ડાઉન ના સકંજા માં

આજથી 4 દિવસ રાજપીપલા 4વાગ્યા પછી
સ્વૈચ્છિક બંધ

આજે સવારે બજારો પુનઃ ધમધમતા થયા

આજથી એક સપ્તાહ માટે રાજપીપલા ના બજારો સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારબાદ સાવરે 6 વાગ્યા સુધી બંધ રહેશે

રાજપીપલા, તા25

રાજપીપલા માં કોરોના ના વધતા કેસો અને સંક્ર્મણ ને અટકાવવા આજે રાજપીપલા ત્રીજી વાર હાફ લોક ડાઉનના સકંજામા ફસાયું હતું. આ અગાઉ બે વાર ત્રણઅને ચાર એમ સાત દિવસ રાજપીપલા સદન્તર બંધ રહ્યું હતું. હજી પણ કોરોના વકરતો જતો હોઈ કોરોનાની ચેઇન તોડવા વેપારીઓઅને કોરોનાથી ફફડતી આમ જનતા પણ સ્વંયભુ બંધ માં જોડાઈ છે. જેમાં આજથી સાત દિવસ માટે રાજપીપલા હાફ લોકડાઉંન પાળવાનો નિર્ણય લીધો છે જેમાં આજથી એક સપ્તાહ માટે રાજપીપલા ના બજારો સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારબાદ સાવરે 6 વાગ્યા સુધી બંધ રહેશે
ગઈ કાલ સુધી ચાર દિવસનું લોકડાઉંન પૂર્ણ થતા આજે સવારે બજારો પુનઃ ખુલ્યા હતા અને રાજપીપલા પુનઃ ધમધમતું થયું હતું. આજથી હાફ લોક ડાઉન હોવાથી લોકો ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા હતા. અને 4વાગ્યા પછી પુનઃ બજારો બન્ધ થઈ ગયા હતા.
આ અંગે વેપારીઓનુંકહેવું છે કે બજારો ખોલવાથી નાના વેપારીઓ ના રોજગાર ધન્ધા પુનઃ ચાલુ થશે અને ચાર વાગ્યા પછી બંધ કરવાથી કોરોનાની ચેન તૂટશે.

રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારોફરી એકવાર ધમધમતા થયાહતા. ચાર દિવસ ના બન્ધ બાદ બજારોમાં માનવ કીડીયારુ ઉભરાયું હતું. જોકે બે વખત રાજપીપલામા લોક ડાઉન રાખ્યા છતાં પણ નર્મદામા કોરોનાકેસો ઘટવાનું નામ નથી લેતા.ઉલટ કેસો મા વધારો નોંધાઈ રહ્યો છે. રોજના નર્મદા હવે તો સરેરાશ 40જેટલા કેસો નોંધાઈ રહ્યા છે એટલું જ નહીં મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે ચિંતાનો વિષય બન્યો છે.
જોકેતંત્ર અને વેપારીઓ વચ્ચે ફરી એક વાર બેઠક યોજાઇહતી. જેમાં જેમાં આવતા અઠવાડિયા માટે નો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યોછે જેમાંઆજથી થી રાજપીપલા ના બજારો સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારબાદ સાવરે 6 વાગ્યા સુધી બંધ રહેશે.એટલે કે સાંજે 4થી સવારે 6 સુધી બજારો બંધ રહેશે. નાના મોટાં વેપારીઓના રોજગાર ધન્ધા પર પણ અસર પડતી હોઈ આ નિર્ણય લેવાયો હતો. જોકે આનિર્ણય થી કોરોનાની ચેન તૂટશે કે નહીં એ તો સમય જ બતાવશે પણ હવે લોકોએ પણ જાગૃત રહેવું પડશે અને ભીડથી દૂર રહેવું પઢશે અને કોવિદ ગાઈડ લાઈનનનું સંપૂર્ણ પાલન કરવું પડશે. આ નિર્ણય 1 મે સુધી વેપારીઓ એ પાડવાનો રહેશે ત્યારબાદ 1 મે ના રોજ ફરી બેઠક યોજાશે

તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા