રાજપીપલા સ્મશાનગૃહ માં અગ્નિસંસ્કાર માટે લાકડાની તંગી.!
700મણ લાકડા બાળ્યા પછી બીજા 200મણ લાકડા મંગાવ્યા.
એક બોડી માટે 15 મણ લાકડાની જરૂર
પડે છે કોણ કહે છે માનવતા મરી પરવારી છે ?
કોરોના મૃતક દર્દીને જેના સગાઓ પણ અડકવા તૈયાર નથી,એવા મૃતકોને અગ્નીસંસ્કાર આપી રહ્યા છે. રાજપીપલાના 6યુવાનો રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના 6 જેટલા સેવાભાવી યુવાનોની નિશ્વાર્થ ભાવની અગ્નિસંસ્કાર કરવાની અનોખી સેવા.
પહેલા વેવ માં 31અને બીજા વેવમાં 82મળી 113ના મૃતકોના અગ્નિસંસ્કાર કર્યા.
મૃત્યુ પછી એની અંતિમ વિધિ કરવાની પ્રક્રિયા ખુબ દર્દનાક અને ભયાનક
રાજપીપલા, તા. 25
આજે કોરોના એ વિશ્વમાં ભરડો લીધો છે. જ્યારે બીજી બાજુ મોતનો માતમ છવાયો છે.લોકો ઓક્સિજન વિના તરફડી રહ્યા છે.કોરોના દર્દીના મોત ની સંખ્યા પણ વધી રહી છે.
કોરોનાનો દર્દી કોરોનાનો જન્ગ હારી ગયા પછી દર્દી દમ તો તોડી દે છે.પણ મૃત્યુ પછી એની અંતિમ વિધિ કરવાની પ્રક્રિયા ખુબ દર્દનાક અને ભયાનક હોય છે. દર્દીના મૃત્યુ પછીદર્દીના સગાઓ પણ કોરોના મૃતક દર્દીને અડકવા પણ તૈયાર નથી હોતા.અંતિમ વિધિમા હાજરી આપવાની વાત તો દૂરની રહી, ત્યારે રાજપીપલાના હરિજનો જે ખરેખર હરિનાજન બની આવ્યા છે.એ લોકોની ચાર કર્મચારીની ટીમ કોવિદ હોસ્પિટલથી મૃતકને રાજપીપલા સ્માશનગૃહ સુધી લાવે છે. અને જાનના જોખમે પીપીઈ કીટ પહેરીને મૃતની અંતિમ વિધિ કરી રહ્યા છે. આ સેવામાં રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના 6 જેટલા સેવાભાવી યુવાનો નિશ્વાર્થ ભાવે અગ્નિસંસ્કાર કરવાની સેવા આપી રહ્યા છે.જેમાં તેજશભાઈ ગાંધી,ગુંજન મલાવીયા,ઉરેશભાઈ પરીખ, કૌશલભાઈ કાપડિયા,અને અજિતભાઈ પરીખ અને કેયુરગાંધીની ટીમ અગ્નિસંસ્કાર કરવાની સેવા આપીરહી છે.આ ટીમના યુવાનો કોઈ પણ જાતના સ્વાર્થ વિના ની:સ્વાર્થ ભાવે આ કામગીરી ઉપાડી લીધી છે.આ યુવાનો હરિજનોને કામગીરી માટે તેમને500રૂ લેખે ચાર જણાને 2000રૂ આપવા પડે છે.
હોસ્પિટલ માંથી ફોન આવે આવે એટલે ચાર હરીજન કર્મચારીઓની પીપીઈ કીટ પહેરીને મૃતકને રાજપીપળા સ્મશાન ગૃહ સુધી લઈ આવે છે.ત્યાર પછી આ સેવાભાવી યુવા ટીમ આવે છે જે માટે લાકડાની વ્યવસ્થા કરવી પડે છે. ઉરેશ પરીખ અને ગુંજન માલવિયાના જણાવ્યા અનુસાર અંતિમ વિધિ કરવા માટે હાલ લાકડા ખૂટી ગયા છે.
એક બોડી માટે 15 મણ લાકડાની જરૂર પડે છે.અત્યાર સુધીમાં 700મણ લાકડા મળેલ તે પૂરા થઈ ગયા. હવે બીજા લાકડાની 200 મણ લાકડાની કરવામાં આવી રહી છે. તે માટે થતો ખર્ચ ઉઠાવીએ છીએ. કેટલાક સેવા ભાવી લોકો મદદ પણ કરે છે.ત્યારે આ કામ થઈ શકે છે. ગમે ત્યારે ફોન આવે એટલે અમે સ્મશાને પહોંચી જઈએ છીએ અને મૃતકના અગ્નિ સંસ્કાર કરીએ છે. અહીંયા સગાવહાલા પણ ફરકતા નથી. બોડી સોંપીને જતા રહે છે પછી અગ્નિ સંસ્કારની કામગીરી અમે કરીએ છીએ.
પહેલા વેવ માં અમે 31ડેડબોડી ના અગ્નિસંસ્કાર કર્યા હતા.પણ બીજી વેવ માં મૃતકોની સંખ્યા વધી છે. આ વખતે માત્ર એપ્રિલ માસ માં 24તારીખ સુધીમાં 81મૃતકોના અગ્નિસંસ્કાર રાજપીપલા સ્મશાનગૃહ માં કરવા માં આવ્યા હોવાના સત્તવાર આંકડા જણાવ્યા છે જેમાં 22મી એપ્રિલે 7ના, તથા 23મીએ 12અને 24મીએ 02અને આજે 25મી એ 01ના મળી આ મહિનામાં કૂલ 81 મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
ત્યારે કોણ કહે છે કે માનવતા મરી પરવારી છે. આવા સેવાભાવિ યુવાનોને મદદ કરવા,સહયોગ આપવા આપણે સૌ નગરજનોએ આગળ આવવાની જરૂર છે. આવો આપણે સૌ સાથે મળીને સેવાનું ઝરણું વહેતુ કરીએ.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા