સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા!

નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોના થી મોત ના આંકડા કેમ છુપાવે છે ?

રાજપીપલા સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા!

ગઈકાલે 23મીએ એક જ દિવસ મા 12અને 22મી એ 7 મોત આજે 24મી એ 2ના અગ્નિસંસ્કાર થયા.

જયારે રાજપીપલા કોવિદ હોસ્પિટલ ના સરકારી આંકડા માત્ર ત્રણ ના જ મોત નું ગાણું ગયા કરે છે !

રાજપીપલા, તા24
નર્મદા જિલ્લા મા આજદિન સુધીમાંસત્તવાર આંકડા પ્રમાણે 2897પોઝીટીવ કેસ નોંધાયા છે. અને સત્તાવાર મૃત્યુ ના આંકડા સરકારી ચોપડે માત્ર ત્રણ જ બતાવ્યા છે. જયારે રાજપીપલા સ્મશાન ગૃહમાં માત્ર એપ્રિલ માસ મા 24 દિવસ મા 80ના અગ્નિસંસ્કાર થયા ના સત્તાવાર આંકડા છે. જેમાં કોવિદ હોસ્પિટલ માંથી મૃતકોને એમ્બ્યુલન્સ મા હરિજનો દ્બારા અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવે છે અને હરિજનો પીપીઈ કીટ પહેરીને અગ્નિ સંસ્કાર કરે છે. અને રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક
સમાજના સેવાભાવી યુવાનો નિશ્વાર્થ ભાવે અગ્નિસંસ્કાર કરવાની કામગીરી કરી રહ્યા છે જેમને તંત્રએ જ કામગીરી આપી છે.

વૈષ્ણવ સમાજના યુવાનોના જણાવ્યા અનુસાર કોરોના પહેલા કહેર મા ૩૧ જેટલી ડેડબોડીના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે બીજા વેવમા મૃતકોની સંખ્યા ખુબ વધી છે. રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનો દ્વારાઅપાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજપીપળા સ્મશાનગૃહમાં 2,એપ્રિલ21થી 24એપ્રિલ સુધીમાં એટલે કે એક મહિનાના ટૂંકા ગાળામાં 23દિવસ મા 80 જેટલા મૃતકો ના અંતિમ વિધિ કરવામાં આવી છે.
,જેમાં ગઈકાલે 23મીએ એક જ દિવસ મા 12અને 22મી એ 7 મોત આજે 24મી એ 2ના અગ્નિસંસ્કાર થયા છે.
આ આંકડો આપણને હચમચાવી મૂકે તેવો છે. આશ્ચર્યની વાત તો એ છે રાજપીપળા કોવિડ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં સરકારી ચોપડે માત્ર ત્રણના જ મોત થયાના સત્તાવાર આંકડા બતાવે છે. ત્યારે કોણ સાચું ? રાજપીપળા સ્મશાનગૃહમાં માત્ર બાવીસ દિવસમાં 80 જણાના અગ્નિસંસ્કાર થયા તે કે કોવિદ ના ત્રણ ના મોત ના આંકડા સાચા ? કહેવાની જરૂર નથી કે નર્મદાનું આરોગ્ય તંત્ર સાચા આંકડા છુપાવે છે.
અને ખોટા આંકડા બતાવે છે.સ્મશાન ગૃહમા તો તો માત્ર હિન્દુ મૃતકોની જ વાત થઈ. મુસ્લિમ સમાજ ના મૃતકો તેમજ અન્ય સમાજ ના તો આંકડા જ નથી મળ્યા. મુસ્લિમ સમાજ ના મૃતકોને તો દફનાવવામાં આવે છે. એ આંકડા તો હજી પ્રાપ્ત થયા નથી.

જયારે આ આંકડા માત્ર રાજપીપલા સ્મશાન ગૃહ ના છે જયારે નર્મદા મા નર્મદા કિનારે તેમજઅન્ય જગ્યાએ પણ અગ્નિસંસ્કાર કે દફન વિધિ થતી હશે એના આંકડા તો ઉપલબ્ધ નથી. ત્યારે આ કુલ આંકડો કેટલો મોટો હશે એની કલ્પના જ ધ્રુજાવી જાય છે ! ત્યારે આરોગ્ય તંત્રસાચા આંકડા જાહેર કરે એ પણ એટલાજ જરૂરી છે. નહીં તર પ્રજાનો વિશ્વાસ આરોગ્ય તંત્ર પરથી ઉઠી જશે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા