તિલકવાડા તાલુકાના સાવલિયા ગામે સગીર વયની કન્યાને ભગાડી જવાની ફરિયાદ.
રાજપીપળા, તા 24
તિલકવાડા તાલુકાના સાવલિયા ગામે સગીર વયની કન્યાને ભગાડી જવાની ફરિયાદ થઈ છે. જેમાં કન્યાના પિતા ફરિયાદીએ આરોપીને નરેશભાઈ રમેશભાઈ ભીલ (રહે,સાવલી) પર ફરિયાદ કરી છે.ફરિયાદની વિગત મુજબ ફરિયાદીની 15 વર્ષની છોકરીને આરોપી નરેશભાઈ સુરેશભાઈ ભીલ (રહે, સાવલી )કાયદેસરના વાલીપણા માંથી સગીર કન્યાને પટાવી,ફોસલાવી, લલચાવી ભગાડી લઈ જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા