ગામડાની વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુરવાર થશે.
નર્મદા જિલ્લાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ તિલકવાડા ખાતે આવેલ આઈ.એફ.સી.આઈ. social ફાઇન્ડેશન નવી દિલ્હી તરફથી સાળાની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓ માટે સેનેટરી વેન્ડિંગ મશીન અને ઉપયોગ માટે નેપકીન મશીન લગાવવામાં આવ્યું છે. જેને શાળાના આચાર્ય વિમલભાઈ મહેતા અને ગર્લ્સ વોર્ડનો દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આચાર્યે જણાવ્યું હતું કે શાળાની હોસ્ટેલમાં રહેતી આશરે 150 વિદ્યાર્થીની બહેનોને ઉપયોગી થઇ શકે તે માટે માસિક ધર્મ દરમિયાન લગાવેલ સેનેટરી વેલ્ડીંગ મશીન ના ઉપયોગ( એટીપી એની ટાઇમ પેડ) દ્વારા વ્યવસ્થિત રીતે કોઈ પણ સમય સરળતાથી સેનેટરી પેડ મેળવી શકે છે. આ સુવિધાથી બહેનોમાં સંકોચ દૂર થશે અને સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે. ગામડાની વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુરવાર થશે.
હોસ્ટેલ ગર્લ્સ વોર્ડને અને સિનિયર ગર્લ્સને આઈ.એફ.સી.આઈ સોશિયલ ફાઉન્ડેશન ની નવી દિલ્હી તરફથી આવેલ ટ્રેનર માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.