ભ્રષ્ટાચારના અશોક પટેલ પાસે પુરાવા હોય તો અમને આપે એ. સાંસદ મનસુખ વસાવા
નર્મદા જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ અશોક પટેલના ઓડિયો વાયરલ થયા પછી નર્મદા ભાજપા છાવણી મા ખળભળાટ મચી ગયો છે .આ
ઓડિયો ક્લિપમાં ભાજપા ના હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો લગાવાયા છે.છેલ્લા ઘણા વખત થી ભાજપા પ્રમુખના નામોની વરણી બાબતે ભાજપા છાવણી મ ઉકળતો ચરુ જેવો માહોલ છે . એકના એક હોદ્દેદારો ને રિપીટ કરી પાયા ના કાર્યકરો ની અવગણના થતી હોવાની હૈયા વરાળ ઠાલવી છે .
નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ની વરણી મામલે હાલ કાર્યકરો બે અલગ અલગ જૂથમાં વેહેચાઈ ગયા છે.એક જૂથ નવા ચેહરાને તક આપવાની માંગ કરી રહ્યું છે તો બીજું એક જૂથ આ તાલ તમાશા જોઈ સમય આવ્યે પોતાના પત્તા ખોલવાના મૂડમાં છે. આ તમામની વચ્ચે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની એક ઓડિયો કલીપમા એમણે ભાજપના કોઈ પણ હોદ્દેદારનું નામ લીધા વિના એમની પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ ઓડિયો કલીપ વાયરલ થયા બાદ નર્મદા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદારો ઓડિયો કલીપ વાયરલ મુદ્દે જવાબ આપવાનું રીતસરનું ટાળી રહ્યા છે
આ દરમિયાન એક માત્ર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પોતાના પ્રતિભાવ આપ્યા છે .તેમણે જણાવ્યું હતું કે, જે લોકો નેગેટિવ વિચારધારા ધરાવે છે, જે લોકોએ સંગઠનમાં કામ નથી કર્યું, અત્યાર સુધી જેમણે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, પાર્ટીને નુકશાન પહોચાડ્યું છે એવા લોકો આવુ નિવેદન આપે છે.
જે લોકોએ અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાકટના મોટા મોટા કામો કર્યા છે એવા લોકો અશોક પટેલ સાથે છે અને પડદા પાછળ રહી ભૂમિકા ભજવે છે.જો ભ્રષ્ટાચારના અશોક પટેલ પાસે પુરાવા હોય તો અમને આપે એવું ભાર પૂર્વક જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક પટેલની ઓડિયો કલીપ વાયરલ થયાની ઘટના જિલ્લા ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની સાબિતી આપે છે.શુ અશોક પટેલ પુરાવાઓ આપશે ? એ પ્રશ્ન બહુ ચર્ચિત બન્યો છે .આગામી દિવસો મા જિલ્લા પ્રમુખ નો મામલો વધુ ગરમાય તો નવાઈ નહી