રાજપીપળા વિસાવગાની જુમ્મા મસ્જિદમાં મોલવી સહિત 100 થી વધુ મુસ્લિમ સમાજના માણસો નમાજ પઢવા ભેગા થતા જાહેરનામા ભંગની ફરિયાદ.
રાજપીપળા,તા. 24
હાલ નર્મદામાં કોરોનાના કેસો વધતા જતા હોય કોરોના સંક્રમણ અટકાવવા ભીડ ન કરવા સરકારની ગાઇડ લાઇન હોવા છતાં રાજપીપળા વિસાવગા જુમ્મા મસ્જિદમાં મોલવી સહિત 100 થી વધુ મુસ્લિમ સમાજના માણસો નમાજ પઢવા ભેગા થતા તેમની સામે રાજપીપળા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ રાજપીપળા વિસાવગાની અહેલે સુન્નત જમાઅત જુમ્મા મસ્જિદમાં નમાજ પઢવા માટે 100 થી વધુ માણસો ભેગા થઈ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં ફરિયાદી આઈ.આર. દેસાઈ રાજપીપળા આરોપી નમાજ પઢાવનાર મૌલવી તથા બીજા આશરે 100થી વધુ મુસ્લિમ સમાજના લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા