108 ના ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ.

દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે 108 ના ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતા પૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ.


રાજપીપળા, તા.24


કોવિડની મહામારી વચ્ચે માતા બાળકને 108 એમ્બ્યુલન્સ કે હોસ્પિટલ માં કોઈ પણ જાતનુ ઇન્ફેકશન ના થાય તેવી તકેદારી રાખી 108 એમ્બ્યુલન્સ માં અધૂરા માસે (સાત મહિને)મહિલા ની સફળ ડિલિવરી 108ના ઈએમટી દ્વારા કરાઈ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના મનીષાબેન આકાશભાઈ વસાવા ને તા.18/04/2021 સવારે 9:40 કલાકે પ્રસુતિની પીડા ઉપડતા તેમણે 108 ને કોલ કરયો હતો,કોલ મળતાની સાથેજ દેડીયાપાડાની 108 એમ્બ્યુલન્સ જેમાં ઈએમટી વર્ષાબેન અને પાયલોટ સતિષભાઈ વસાવા એમ્બ્યુલન્સ લય નિવાલ્દા દર્દી મનીષાબેનના ઘરે ગણતરીની મિનિટોમાં પોહચી ગયા, સમય બગાડ્યા વગર દર્દી ને એમ્બ્યુલન્સ માં લીધા બાદ ઈએમટી વર્ષા બેને દર્દીને તપાસી વિટલ્સ લીધા જેમાં તેમને માલુમ પડ્યું કે દર્દીને અધૂરા મહિનાની પ્રસુતિ પીડા હતી.

108 એમ્બ્યુલન્સ દર્દી મનીષાબેન ને લય હોસ્પિટલ જવા રવાના થયાં ત્યાં થોડેક આગળ જતા દર્દી ને અસહ્ય પ્રસાવ પીડા થવા લાગી આ જોતા ઈ એમ ટી વર્ષાબેને પાયલોટ સતીશભાઈ ને એમ્બ્યુલન્સ રોડ ની બાજુ માં ઉભી રખાવી અને ફરીથી ચેક કરતા જેમાં જોયું કે પ્રસુતિનો સમય આવી ગયો છે.અને ઈએમટીએ ડિલિવરી કીટ તૈયાર કરી એમ્બ્યુલન્સ ના ડિલિવરી માટે તૈયારી કરી લીધી, થોડાજ સમય માં મેલ બેબીનો જન્મ થયો પણ બાળક ના ગાળા માં નાળ વિંટળાયેલી હતી તેને દૂર કરી તેમજ બાળક  ખરાબ પાણી પી ગયું હતું તેને સક્સન કરી કાઢવામાં આવ્યું અને બાળક ને સારવાર આપવામાં આવી.

બાળક નુ વજન 1.6કેજી હતું,108 ના ઈએમટી દ્વારા એમ્બ્યુલન્સ માં સમયસર સુજબુજ થી સારવાર અપાતા બાળક અને માતા હાલ માં સ્વસ્થ હોવાનું હોસ્પિટલ તરફ થી જણાવેલ છે.


 રિપોર્ટ :જ્યોતિ  જગતાપ ,રાજપીપળા