નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે કેટલાંક નિયંત્રણો લાધ્યા.
નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું.
રાજપીપલા, તા.24
નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે કેટલાંક નિયંત્રણો લાધ્યા છે.નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૪ની રૂએ એક જાહેરનામાં દ્વારા કેટલાંક નિયંત્રણો લાદયાં છે.નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી તા.૧૫ /૦૪/ ૨૦૨૧ના કલાકથી તા.૩૦/૦૪/૨૦૨૧ ના ૨૪. ૦૦ કલાક સુધી કરવાની રહેશે.
તે મુજબ સમગ્ર જિલ્લામાં તા.૧૪/૦૪/૨૦૨૧ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦ (પચાસ) થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહી. મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ/ ઉત્તરક્રિયામાં ૫૦ (પચાસ) થી વધારે વ્યક્તિ એકત્ર થઇ શકશે નહીં, જાહેરમાં રાજકીય/સામાજિક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં.તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહી.તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કોર્પેરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી રાખવાની રહેશે અથવા અલ્ટરનટે ડે એ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરવાની રહેશે.આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.તેવી જ રીતે,જિલ્લાના તમામ ધાર્મિકસ્થાનો તા ૩૦/૦૪/૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા