ડીફેન્સીવ રમી 50-55 -60 પુરા કર્યા,
*હવે ખભા ઉંચકવા છે,*
ચોક્કા છક્કા મારવા છે,
હવે જ ખરી મજા છે.
તનથી થાક્યો છુ જરા,
*મનથી હાર્યો જરાય નથી,*
હવે બમણા ઉમંગથી રમવુ છે,
હવે જ ખરી મજા છે.
ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,
*કેટલુ બધુ સહન કર્યુ !*
હવે આ બધુ ગણકારવુ નથી,
હવે જ ખરી મજા છે.
આઉટ થવુ મંજુર છે,
*રીટાર્યડ હર્ટ થવુ નથી,*
ખુમારીથી રમ્યો છુ, ખુમારીથી રમવુ છે,
હવે જ ખરી મજા છે.
સેન્ચુરી ભલે ના થાય,
*70, 80 માં આઉટ ભલે થવાય,*
બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,
હવે જ ખરી મજા છે.
ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,
*બાકીનુ હવે ટીમ પર છોડી,*
મારે મારી રીતે રમવુ છે,
હવે જ ખરી મજા છે.
સામે ઉભેલો પાર્ટનર,
*છેલ્લે સુધી સાથ આપે…..*
તો એક યાદગાર ઈનીંગ રમવી છે,
હવે જ ખરી મજા છે.
*મારા પચાસ વટાવી* *ચૂકેલા મિત્રોને*
*અર્પણ !!!!*.👆🏽👆🏽