*જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશન દ્વારા નૈસર્ગિક વાતાવરણમાં કાર્યક્રમ યોજાયો*

જીએનએ જામનગર: જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન, એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા ડીલર્સનું એસોસિયેશન છે, જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન ગુજરાત સ્તરના ઓર્ગેનાઇઝેશન ફીટાગ સાથે જોડાયેલ છે. બે દાયકા થી વધુ સમયથી કાર્યરત છે. જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન દ્વારા શ્રાવણ માસ નિમિતે ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે પીકનીકનું આયોજન કરવામાં આવેલ. જેમાં જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન ના ડીલર સભ્યો જોડાયા હતા. જીટા ડીલરો દ્વારા ભોલશ્વર મહાદેવ મંદિર ખાતે પુષ્પ અર્પણ કરી, “મહામૃત્યંજય”ના સમૂહ જાપ કરવામાં આવેલ. નૈસર્ગિક વાતાવરણમાં નદી કાંઠે જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન દ્વારા પૂર્વ પ્રમુખો અને પૂર્વ કમિટી સભ્યો નું સન્માન કરવામાં આવેલ, ઉપરાંત જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન ના વર્તમાન સભ્યોને સર્ટિફિકેટ એનાયત કહેવામાં આવેલ. કોઈ પણ યાંત્રિક કે વીજ ઉપકરણનો ઉપયોગ કર્યા વગર તદ્દન પ્રાકૃત રીતે આ અનોખો કાર્ય્રકમ યોજવામાં આવેલ. ભોલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ આશ્રમમાં વિશ્રામ સાથે ચુલ્લા ભઠ્ઠાનું મિસ્ટ ભોજન નો આનંદ લેવામાં આવેલ. ભોજન સમયે પણ પ્લાસ્ટિક નિઃશેષ કરી, પ્રાકૃતિક સ્વરૂપની ઈકો ફ્રેન્ડલી ડીશ, વાટકા ઇત્યાદિમાં ભોજન કરવામાં આવેલ, તથા સાહિત્યક, ફની કવીઝ, જોક્સ સહીતની મજા માણવામાં આવેલ, તથા કવીઝ માં વિવિધ ભેટ એનાયત કરવામાં આવેલ. કાર્યર્કમની પુર્ણાહુતીએ શ્રમયજ્ઞ કરી આશ્રમના વિસ્તારમાં ભોજન કરેલ ત્યાં સ્વચ્છતાનો માહોલ કરવામાં આવેલ.

આ તબ્બકે જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન ના પૂર્વ પ્રમુખ અશ્વિન ભટ્ટ, જયેશ પટેલ, નિલેશ ભટ્ટ, અમૃત સોનગરા, હિતેશ પટેલ તથા ફીટાગ ના પૂર્વ સહખજાન્ચી નિલેશ ભટ્ટ તથા પ્રવર્તમાન પ્રતિનિધિ ચિરાગ મણિયાર અને સતત જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન ને માર્ગદર્શન પ્રદાન કરનાર સ્વેતનભાઈ શાહ નું સન્માન કરવામાં આવેલ. સૌ ડીલરોએ આ અનોખા નૈસર્ગીક વાતાવરણમાં યોજાયેલ કાર્યક્રમની મજા માણેલ, તથા ચુલ્લા ભઠ્ઠા માં તૈયાર કરવામાં આવેલ ભોજન ની માજા માણેલ ઉપરાંત આશ્રમ પાસે આવેલ ચેક ડેમમાં સુરેક્ષાનું પૂરતું ધ્યાન રાખી પાણીની મોજ માણવામાં આવી હતી.

આ અનોખા કાર્યક્રમમાં જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન ના પ્રેસિડેન્ટ ભાર્ગવ ઠાકર, વાઇસ પ્રેસિડેન્ટ યતીન ત્રિવેદી, સેક્રેટરી દિવ્યેશ શેખા, ટ્રેઝરર પરેશ રબારી, જોઈન્ટ સેક્રેટરી અમિત મહેતા સહીત એસોસિયેશનમાં સિનિયર સભ્યો, ડીલર સભ્યો હાજર રહ્યા હતા. જામનગર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિયેશન ના પ્રેસિડેન્ટ ભાર્ગવ ઠાકર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું હતું.