*ઘઉં ખાવા શા માટે આરોગ્યપ્રદ નથી?!?*

*ઘઉં ખાવા શા માટે આરોગ્યપ્રદ નથી?!?*

ક્યાંક આપણે ચપાતી (રોટલી) ખાવાને લીધે રોગોનો શિકાર નથી થઈ રહ્યા, સાત દિવસ સુધી ઘઉંનો ત્યાગ કરીએ, પ્રયત્ન કરીશું અને પછી આપણી સારવાર આપણે પોતે જ કરીશું.

એક ખૂબ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ સમજાવે છે કે ઘઉં ખાવાનું બંધ કરીએ તો તમારા સ્વાસ્થ્યને કેટલો ફાયદો થઈ શકે છે.

કાર્ડિયોલોજિસ્ટ ડો.વિલિયમ ડેવિસ, એમડીએ તેમના વ્યવસાયની શરૂઆત હૃદય રોગની સારવાર ‘એનજીયો પ્લાસ્ટી’ અને ‘બાયપાસ સર્જરી’ દ્વારા કરી હતી.

તેઓ કહે છે, “મને તે બધું શીખવવામાં આવ્યું હતું, અને શરૂઆતમાં હું પણ એવું કરવા માંગતો હતો.”

જો કે, જ્યારે ૧૯૯૫ માં તેમની પોતાની માતાનું હૃદયરોગના હુમલા પછી નિધન થયું, જેમા તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છતા બચાવી શકયા નહી,
પછી તેમના મનમાં ઘણાબધા સવાલો ઉઠવા લાગ્યા ત્યાર બાદ તેમણે પોતાના વ્યવસાય વિશે ચિંતા કરવાનું શરૂ કર્યું.

તેઓ કહે છે કે,

“હું દર્દીઓના હ્રદયની સારવાર કરતો હતો, પરંતુ તે આ જ સમસ્યા સાથે થોડા દિવસોમાં ફરીથી મારી પાસે પાછા આવતા હતા.

તે સારવાર સામાન્ય ‘પાટા-પીંડી’ કરીને છોડી દેવા જેવી હતી, જેમાં રોગના મૂળ કારણોને પકડવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. ”

તેથી તેણે તેની સારવાર પ્રથાને ઉચ્ચ સ્તર અને સારી રીતે ઉપયોગમાં લેવાતી દિશા તરફ ફેરવી – જે હતી

‘રોગ જ ન થવા દેવો’.

પછી તેણે આ રોગના મૂળ કારણોને જાણવા અને સમજવા માટે તેના જીવનના આગામી ૧૫ વર્ષ ગાળ્યા.

પરિણામ સ્વરૂપે જે શોધ થઈ તેને તે વખતે ન્યુ યોર્ક ટાઇમ્સના સૌથી વધુ વેચાયેલા પુસ્તક
“wheat Belly” (ઘઉં ની ફાંદ) માં પ્રકાશિત કરવામાં આવી છે.

જેમાં આપણા ઘણા રોગો,
ઉદાહરણ તરીકે, હૃદયરોગ, ડાયાબિટીઝ અને મેદસ્વીપણુ ઘઉંના વપરાશને કારણે થતા હોવાનું નોંધાયું છે.

ઘઉંનો વપરાશ સદંતર બંધ કરવો એ જ આપણું આખું જીવન બદલી શકે છે.

*”wheat Belly”* (ઘઉં ની ફાંદ) શું છે?

ઘઉંનું સેવન કરવાથી શરીરમાં ખાંડનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે વધે છે.

માત્ર ઘઉંની બ્રેડના બે ટુકડા કાપીને ખાવાથી આપણા શરીરમાં ખાંડની માત્રા એટલી જ વધી જાય છે જેટલું સ્નીકર બાર (ચોકલેટ, ખાંડ અને મગફળીનું બનેલું) ખાવાથી.

તેમણે આગળ સમજાવ્યું કે,

“જ્યારે મારી પાસે આવેલા દર્દીઓએ ઘઉંનું સેવન કરવાનું બંધ કરી દીધું હતું, ત્યારે તેમનું વજન પણ ઓછું થવા લાગ્યું હતું, ખાસ કરીને તેમની કમરની ચરબી ઓછી થતી હતી. એક મહિનાની અંદર, તેઓએ તેમની કમરના ઘણા ઇંચ ગુમાવી દીધા હતા. ”

“અમને ખબર પડી છે કે ઘઉં ઘણા રોગોથી સંબંધિત છે. મારી પાસે આવતા ઘણા દર્દીઓને ડાયાબિટીઝની સમસ્યા હતી અથવા ડાયાબિટીઝની નજીક હતા”.

હું જાણતો હતો કે ઘઉં શરીરમાં ખાંડનું પ્રમાણ વધારે છે, જે અન્ય કોઈપણ પદાર્થો કરતા વધારે છે, તેથી મેં કહ્યું,

“ઘઉં ખાવાનું બંધ કરો અને જુઓ કે તે શરીરમાં ખાંડની માત્રાને કેવી અસર કરે છે”.

૩ થી ૬ મહિનાની અંદર, તેમના શરીરમાં ખાંડનું પ્રમાણ ખૂબ અંદર ઘટી ગયું હતું.

આ સાથે તેઓ મારી પાસે આવતા અને કહેતા કે મારું વજન ૧૯ કિલો ઓછું થયું છે,
અથવા
મને મારી દમની સમસ્યાથી રાહત મળી, અથવા
મેં મારા બે ઇન્હેલર્સ ફેંકી દીધા છે,
અથવા આધાશીશી માથાનો દુખાવો જે હું 20 વર્ષથી અનુભવી રહ્યો છું, તે સંપૂર્ણ રીતે 3 દિવસની અંદર બંધ થઈ ગયો છે,
અથવા મારા પેટમાં એસિડ રિફ્લક્સ સમસ્યા બંધ થઈ ગઈ છે,
અથવા મારું આઈબીએસ ibs હવે પહેલાં કરતાં વધુ સારું છે, અથવા
મારી અલ્સેરેટિવ કોલાઇટિસ,
મારો સંધિવા,
મારો મૂડ, મારી ઉંઘ … વગેરે વગેરે.

જો આપણે ઘઉંની રચના જોવા જઈએ તો તેમાં ,

૧) એમેલોપેક્ટીન એ, ફક્ત ઘઉંમાં જોવા મળતું એક રસાયણ, જે લોહીમાં નોંધપાત્ર પ્રમાણમાં એલડીએલ કણો વધવાનુ નું કારણ બને છે, જે હૃદય રોગનું મુખ્ય કારણ હોવાનું જાણવા મળ્યું છે.

ઘઉંનું સેવન બંધ કરવાથી એલડીએલ કણોની માત્રામાં ૮૦ થી ૯૦% ઘટાડો થાય છે.

૨) ગ્લુટેન પણ ઘઉંમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, તે એક પ્રોટીન છે જે ભૂખ વધારવાનું કામ કરે છે, જેના કારણે ઘઉંનું સેવન કરનાર વ્યક્તિ દિવસમાં તેની જરૂરિયાત કરતાં ઓછામાં ઓછું 400 કેલરી વધારે લે છે.

ગ્લુટેન માં પણ અફીણ જેવા ગુણધર્મો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેના વપરાશકર્તાઓ ડ્રગ્સની જેમ વ્યસની બની જાય છે

ખાદ્ય વૈજ્ઞાનીકો 20 વર્ષથી આ વાત જાણતા હતા.

૩) શું આપણે ઘઉંનું સેવન કરવાનું બંધ કરીશું તો ગ્લુટેન થી બચી જઈશું ?

ધાન્યના લોટમાં રહેલું (ગ્લુટેન) નત્રિલ દ્રવ્ય એ ઘઉંનો એક ભાગ છે. ધાન્યના લોટમાં રહેલું (ગ્લુટેન) નત્રિલ દ્રવ્ય દૂર કર્યા પછી અને ઘઉં જોયા પછી પણ, તે જીવલેણ કહેવાશે કારણ કે તે ગ્લેડિન, એમલોપેક્ટીન એ અને અન્ય ઘણા જીવલેણ પદાર્થો સાથે મળી આવ્યા છે.

ધાન્યના લોટમાં રહેલું (ગ્લુટેન) નત્રિલ દ્રવ્ય મુક્ત પદાર્થો બનાવવા માટે,
મકાઈની મંડી,
ચોખાની મંડી,
તાપીયોકા મંડી અને
બટાટાની મંડીનો ઉપયોગ કરવામાં આવે છે.

અને આ ચારનો પાવડર, શરીરમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે વધારે છે.

હું તમને અરજ કરું છું
સાચો આહાર લેવાનું શરૂ કરો:

જેમ કે ફળ,
શાકભાજી,
અનાજ, બીજ,
ઘરે બનાવેલું (હોમમેઇડ) પનીર,ચીઝ, વગેરે.

૧૯૭૦ અને ૧૯૮૦ ના વર્ષોમાં, ઘઉંના ઉત્પાદનમાં વધારો કરવા માટે ઉપયોગમાં લેવાતી આધુનિક પદ્ધતિઓ અને સાધનોએ ઘઉંની અંદર સંપૂર્ણપણે ફેરફાર કરી દીધા છે.

ઘઉંનું ઉત્પાદન ઓછું અને વધારે થવાનું શરૂ થયું, જેમાં ગ્લેડિન (ભૂખ વધારનાર) નું પ્રમાણ પણ ખૂબ વધારે હતું.

૫૦ વર્ષ પહેલાં જે ઘઉંનો વપરાશ થતો હતો તે હવે તેવો નથી.

જો તમે પાંઉ, રોટલી, પાસ્તા, ચપાતી વગેરે ખાવાનું બંધ કરી દો અને ચોખા, ફળો અને શાકભાજી જેવા સાચા આહાર ખાવાનું શરૂ કરો તો તે વજન ઘટાડવામાં પણ મદદ કરશે કારણ કે ચોખા ખાંડની માત્રામાં એટલો વધારો નથી કરતા જેટલો ઘઉ કરે છે.

અને એમાલોપેક્ટીન એ અને ગ્લેડિન (જે ભૂખમાં વધારો કરે છે) પણ તે ચોખામાં જોવા મળતા નથી.

ચોખા ખાવાથી, તમે જરૂરયાત કરતા વધુ કેલરી નહીં મળે, કેમ કે તે ઘઉંમાં વધારે હોય છે.

એટલા માટે તે બધા પશ્ચિમી દેશો જ્યાં ઘઉંનું સેવન કરવામાં આવતું નથી તે વધુ પાતળા અને આરોગ્યપ્રદ છે.

“ન્યુ યોર્ક ટાઇમ્સ” ની સૌથી વધુ વેચાયેલા પુસ્તક “વ્હીટ બેલી” “wheat Belly” (ઘઉં ની ફાંદ) માંથી એક અવતરણ.

લેખક: પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ:
ડો. વિલિયમ ડેવિસ.