*રોંગ સાઈડમાં વાહન ચલાવતા સામે મેગા ડ્રાઈવ. અમદાવાદના ઘાટલોડિયામાં 10 ઉપર કેસ કરાયા*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદવાસીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા પહેલા ચેતજો.. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આવા નિયમો તોડનારને રોકવા સજ્જ બની છે. જો પકડાશે તો મેમો નહીં ચાલકને થશે સીધી જેલ..
શહેરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા હાલમાં ઘણા અકસ્માતોના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રાફિકના નીતિ નિયમોને નેવે મૂકી બેફામ રીતે રોંગ સાઈડમાં વાહનો હંકારતા હોય છે ત્યારે આવા અકસ્માતોને રોકવા અને લોકોમાં ટ્રાફિકના નિયમોની અમલવારી માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 22 જૂન થી 30 જૂન સુધી શહેરમાં ટ્રાફિક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડ્રાઈવને અનુસંધાને અમદાવાદ ઘાટલોડિયા ખાતે ચાણક્ય બ્રિજ નીચે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો દંડાયા હતા અને પોલીસે કાર્યવાહી કરી હતી. આ ડ્રાઈવ દરમ્યાન 10 ઉપર કેસો કરવામાં આવ્યા હતા. આ ડ્રાઈવમાં ટ્રાફિક પીઆઇ ઝાલા સહિત ટ્રાફિક પોલીસ કર્મીઓ જોડાયા હતા.
યાદ રાખજો ટ્રાફિકના નિયમોને અનુસરવું તે એક નાગરિક તરીકે આપણી ફરજ છે. એક ભૂલને કારણે અકસ્માતમાં પોતાના સ્વજનને ગુમાવાની પીડા તેના ઘરના સભ્યોથી વધુ કોઈ સારી રીતે ન સમજી શકે.