એ ટ્રમ્પ જ હતા જેમણે ભારતને વિકાસશીલ દેશોની યાદીમાં આવતા અટકાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા શિવસેનાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનામાં જણાવ્યુ કે, વિકાસશીલ દેશ હોવાના કારણે ભારતને આજ સુધી નિકાસ ટેક્સમાં છુટ આપવામાં આવતી હતી. જોકે, આ છુટ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે. જેથી ભારતને મોટો ઝાટકો લાગ્યો છે.

ટ્રમ્પ પોતાના મનમોજી વ્યવ્હારને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે ટ્રમ્પના સ્વાગત માટે ભારતમાં લાલ ઝાઝમ પાથરવામાં આવી રહી છે. સામાનમાં વધુમાં કહેવામાં આવ્યુ કે, વિશ્વ વ્યાપાર સંગઠનના ખભા પર બંદુક રાખી અમેરિકાએ વિકાસશીલ દેશની યાદીમાંથી ભારતને અલગ કર્યુ. મહત્વપૂર્ણ છે કે, ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. જેની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
Sureshvadher only news group
9712193266