દેડીયાપાડા ઉપલી માથાસર ઘાસ મારવાની ઝેરી દવા પી જઈને આત્મહત્યા કરવાની કોશિશ

.
ગુસ્સામાં બોટલમાંથી વધેલી ઝેરી દવા પોતાના માથા ઉપર ઢોળી દીધી.
ઉપલી માથાસર ગામે બાથરૂમમાં બનાવવાના મામલે ઝગડા માં ગાળો બોલી ધમકી આપતા લાગી આવતાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ.

દેડિયાપાડા તાલુકાના ઉપલી માથાસર ગામે બાથરૂમ બનાવવાના મામલે ઝઘડામાં ગાળો બોલી ધમકી આપતા લાગી આવતા ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી ગુસ્સામાં બોટલમાં વધેલી ઝેરી દવા પોતાના માથા ઉપર દોડી દેવાના કૃત્ય અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદી રડવીયાભાઇ કાગડિયાભાઈ વસાવા (રહે ઉપલી માથાસર, મોહણી ફળિયા ) એ આરોપી રમેશભાઈ સીંગાભાઈ વસાવા (રહે માથાસર )સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રડવીયાભાઈ આરોપી રમેશભાઈ ના બનેવી ને બાથરૂમ નું બાંધકામ કરી આપવા માટે કહેવા માટે ગયેલ તેની રીસ રાખી આરોપી રમેશભાઈએ લડવૈયા ભાઈ ના ઘરે આવી તેમને ગમે તેમ ગાળો બોલી તો મારા બનેવી ને કેમ બાથરૂમ બંધ થવાનું કહેવા માટે આવેલો તેમ કહી બે-ત્રણ થપ્પડો મારી રડવિયાભાઈ એ ગાળો નહિ બોલવા તથા માર નહીં મારવા જણાવતા રમેશભાઈ વધુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહેલો થોડીવાર બાદ ફરી વાર આવી રડવીયાભાઈ તથા કપિલાબેનને ગાળો બોલી માર મારવાની ધમકી આપેલ છે. બાબત ફરીને મનમાં લાગી આવતાં પોતાના ઘરે ઝેરી દવાની ઘસ મારવાની ઝેરી દવાની બોટલ માંથી થોડી જેથી દવા પોતાની જાતે પી જઈ આત્મહત્યા કરવાની કોશિશ કરેલ અને ગુસ્સામાં બોટલમાં વધેલી ઝેરી દવા પોતાના માથા ઉપર ઢોળી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા હતા.