નર્મદા જિલ્લા મા કોરોનાને કારણે રામનવમી પર્વ સાદગી પૂર્ણ રીતે ઉજવાયું.
છપ્પનભોગ પ્રસાદી અને મહાઆરતી સાથે ધનેશ્વર આશ્રમમા
માંગરોળ ખાતે સમગ્ર સૃષ્ટિમાંથી કોરોના સંપૂર્ણ નાશ થાય તે માટે
છપ્પનભોગ પ્રસાદી અને મહાઆરતી સાથે ભગવાન રામને પ્રાર્થના કરાઈ
રાજપીપલા, તા 21
સમગ્ર સૃષ્ટિમાંથી કોરોના સંપૂર્ણ નાશ થાય માટે નાંદોદ તાલુકાના માંગરોળ ગામના ધનેશ્વર આશ્રમમા છપ્પનભોગ પ્રસાદી અને મહાઆરતી સાથે સમગ્ર સૃષ્ટિ કોરોનામુક્ત બને એવી ભગવાન રામને પ્રાર્થના કરી મહાઆરતી કરીરામનવમી પર્વ ઉજવ્યું હતું.
મંદિરના મહંત જાનકી દાસ મહારાજે જણાવ્યું હતું કે આજે જ્યારે સમગ્ર સૃષ્ટિમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે. ત્યારે ભગવાન રામ સૌને આમાંથી મુક્તિ અપાવે આ સૃષ્ટિ કોરોના મુક્ત બને એવી પ્રાર્થના સાથે ભગવાન રામને 56ભોગ પ્રસાદી અર્પણ કરી મહા આરતી કરી હતી.
આજે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં આજે રામનવમી પર્વ ભગવાન રામનો જન્મ જયંતિ મહોત્સવ અત્યંત સાદગી પૂર્ણ રીતે ભારે આનંદ અને ઉલ્લાસ ભેર ઉજવાયો હતો જો કે કોરોનાને કારણે કોઈ જાહેર કાર્યક્રમો યોજાયા ન હતા. પણ રામજી મંદિરોમાં રામની આરતી અને પૂજા ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નર્મદા તટે આવેલ ગુવાર આશ્રમમાં ભગવાન રામનો જન્મ દિવસ રામનવમીનું પર્વ ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાયું હતું. ભગવાન રામની આરતીપૂજન કરવામાં આવ્યું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા