કરમસદમાં જુનું મકાન ધરાશાયી, એક ઘાયલ ઈજાગ્રસ્ત….

ગુજરાત રાજ્ય નાં મિલ્ક સિટી આણંદ સમીપ આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ નિ જન્મભૂમિ કરમસદ ખાતે રહેતા પ્રસિદ્ધ તબલાં વાદક મનીષ પુરોહિત નાં નવરંગપોળ માં આવેલ ત્રણ માળનું મકાન સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયેલ છે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે તેઓના માતુશ્રી ઘર માં હોવાથી તેઓને ઇજા થઇ હતી અને ત્વરિત તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કહેવાય છે કે સતત પડી રહેલા ભારે વરસાદને કારણે આ મકાન ધરાશયી થયું હતું એક તરફ કોરોના નાં મહામારી નો માર છે તો કલાકાર ને કોઈ રોજગાર નથી એવામાં આ દુર્ઘટના સર્જાઈ જે મનીષ પુરોહિત અને તેઓના પરીવાર માટે અસહ્ય બની જાય છે. સરકાર આ દુર્ઘટનામાં શું મદદ કરે છે તે જોવાનું રહે છે.

માચાર સેવા
તુષાર ત્રિવેદી
Tejraftargujaratinews.com