મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના. ઓક્સિજન ટેન્ક લીક થતા 22 દર્દીઓના મૌત અન્ય ની હલાત ગંભીર.
મહારાષ્ટ્રની નાસિકમાં જાકિર હુસેન હોસ્પિટલમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. હોસ્પિટલની ઓક્સિજન ટેન્ક લીક થતા 30 દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ઓક્સિજન લીક થતા લગભગ 30 મિનિટ જેટલા સમય સુધી સપ્લાય રોકાઈ ગયો હતો. હજુ પણ 30 થી 35 લોકોની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. ટેન્કના સપ્લાય પાઇપમાં લીકેજ થયું હતું જે સમયે ઓક્સિજન સપ્લાય રોકાયો ત્યારે 171 દર્દીઓ ઓક્સિજન પર હતા અને 67 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું..