નર્મદા બ્રેકીંગ
આજથી 20તારીખથી ચાર દિવસ માટે રાજપીલા પુનઃ સજ્જડ બન્ધ રહ્યું
કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ
લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો
વારંવાર બંધથી નાના વેપરીઓના રોજગારધંધા પરઅસર અસર
રાજપીપલા, તા 20
નર્મદા મા કોરોના ના વધતા કેસો ને કારણે કોરોનાની ચેન તોડવા
આજે 20તારીખ મંગળવાર થી ચાર દિવસ માટે ફરી એક રાજપીલાના બજારો બન્ધ રાખવાનો નિર્ણય લેવાતા આજે પ્રથમ દિવસે રાજપીપળા સ્વયંભૂ સજ્જડ જડબેસલાક બન્ધ રહ્યું હતું.
કોરોના ના વધતા જતા કેસો અટકાવવા અને કોરોનાની ચેઇન તોડવા વેપારીઓ અને તંત્રએ નિર્ણય લીધો હતો જોકે આજે આવશ્યક સેવાઓ જેવી કે દૂધ,પેટ્રોલ પંપ. મેડિકલ સ્ટોર વગેરે ચાલુ રહ્યા હતા પણ વારંવાર ના બંધ ને કારણે નાના વેપારીઓ ના રોજગાર ધંધા પર અસર પડી હતી.
થોડા દિવસ પહેલા રાજપીપલા શહેર ના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક યોજાઇહતી એ બેઠક માં મંગળવાર થી શુક્રવાર સુધી રાજપીપલા નું બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યોહતો.
કોરોના નું સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથીઆ નિર્ણય લેવાયો છે
કોરોના ની ચેઇન તોડવા માટે 4 દિવસ રાજપીપલા નું બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાતા આમ જનતા પણ એમાં જોડાતા લોકોએ સ્વંયમભુ બંધ પડ્યો હતો.
હવે 24 એપ્રિલ ના રોજ ફરી બેઠક યોજવામાં આવશે જેમાં આવનારા દિવસો માટે નિર્ણય લેવામાં આવશે.
નર્મદામાં કોરોનાના વકરતા જતા કેસને કારણે રાજપીપળા ની જેમ હવે ડેડીયાપાડા પણ ચાર દિવસ બજાર બંધ રાખવા નો નિર્ણય લેવાતા ગઈ કાલથી ડેડીયાપાડાના બજારો બંધ રહ્યા હતા.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા