અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યેજ જોવા મળતો બદામી રંગનો વાઈનસ્નેક સાપ દેખાયો

નર્મદા જિલ્લામા અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યેજ જોવા મળતો બદામી રંગનો વાઈનસ્નેક સાપ દેખાયો

મોખડી ગામ પાસે આવેલ એસ.આર .પી પોઇન્ટ પરથી નીકળતા ફફડાટ

રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડી મુકાતા રાહત

આ સાપ ઇંડા ન મૂકતા ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે
રાજપીપલા, તા 20

નર્મદા જિલ્લામા અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યેજ બદામી રંગનો વાઈનસ્નેક દેખાયો છે. ગરમીમાં ઠન્ડક મેળવવા અને ખોરાકની શોધમાં સરીસૃપો બહાર નીકળી આવતા હોય છે જેમાં
નર્મદા જિલ્લામા અતિ દુર્લભ ગણાતો અને ભાગ્યેજ બદામી રંગનો વાઈનસ્નેક દેખાયો હતો.
નર્મદા જિલ્લો પ્રકૃતિથી સરભર હોય અહીયા અવાર નવાર સાપો નીકળતા હોય છે.જેમાં સરદાર સરોવર ડેમની નજીકમા વિશ્વની સૌથી મોટુ સ્ટેટ્ચ્યુ ઓફ યૂનિટી આવેલ છે ..ત્યાં સામે મોખડી ગામ પાસે આવેલ એસ.આર .પી પોઇન્ટ પર એકાએક અલગજ પ્રકાર નો સાપ આવી ચડતા ત્યાં નોકરી પર ફરજ બજાવનાર જવાનો ઘબરાઈ ગયા હતા.. જોકે ત્યાં ફરજ બજાવનાર એસ.આર.પી જવાન તડવી વિજય ભાઈ નર્મદા જિલ્લાની રેસ્ક્યૂ ટીમના સંપર્ક મા હોય તાત્કાલિક રેસ્ક્યૂ ટીમ ને કોલ કરીને જાણ કરી હતી.
કોલ મળતા જ ટીમના સદસ્યો તડવી ઉમેશ ઉર્ફે મુન્ના ભાઈ અને તડવી અનિલ ઘટના સ્થળે પહોચી ગયા હતા.. ત્યાં જઈને તપાસ કરતા અત્યંત દૂર્લભ ગણાતો બદામી કલરનો વાઈન સ્નેક જોવા મળ્યો હતો. રેર કેસમાં જોવા મળતો આ દુર્લભ બદામી વાઈન સ્નેક નર્મદા જિલ્લા મા જોવાતા રેસ્ક્યુ ટીમ એ ખુશી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ તેની ત્યાં થી સફળતાપુર્વક રેસ્ક્યૂ કરી લેવાયો હતો.અને સુરક્ષિત રીતે જન્ગલમા છોડી મુકવામાં આવ્યો હતો.
તડવી મુન્ના ભાઈ ના જણાવ્યા અનુસાર વાઈન સ્નેક બે પ્રકાર ના હોય છે. ગ્રીન વાઈન સ્નેક અને બદામી રંગ નો વાઈન સ્નેક.
જેનો દેખાવ બ્રાઉન વાઈન સ્નેક જેવો હોય છે પરંતુ મોઢાના આગળ ના ભાગથી તે અલગ પડે છે. બ્રાઉન વાઈન સ્નેક દક્ષિણ ગુજરાતમા જોવા મળે છે પરંતુ હજી સુધી નોધાયો નથી.
વધુમા તડવી મુન્ના એ જણાવ્યુ હતુ કે આ સાપ આંશિક ઝેરી છે..જેને વિષદંત તો હોય છે પરંતુ એનું વિષ મનુષ્ય માટે ઘાતક નથી હોતું . તેનો મુખ્ય ખોરાક ઝાડિ – ઝાખરા મા થતા નાના પક્ષીઓ , ગરોડી , કાચિંડા , નાના ઉંદર , દેડકા વગેરે છે .સાપ ની વિશેષતા એ છે કે આ સાપ ઇંડા ન મૂકતો હોય ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા