*ગુજરાતમાં ગીરકેસરીના મોતને રોકવામાં સરકાર નિષ્ફળ*

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સિંહોના મૃત્યુ અંગે નિવેદન કર્યું જેમાં આક્ષેપ કર્યા કે જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે. ત્યારે આ આક્ષેપોને નકારતા વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ ભૂતકાળની સરખામણીમાં સિંહોના મૃત્યુનો દર ઘટ્યો હોવાનો દાવો કર્યો. સાથે જ સ્પષ્ટતા કરી કે સિંહોના સંવર્ધન માટે 27 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો 80 કરોડના ખર્ચે સિંહોની સારવાર માટે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં ૧૩૮ સિંહના મોત ૧૨૩ સિંહબાળ અને ૨૫૦ દીપડાના મોત ૯૦ દીપડાના બચ્ચાના મોત અકુદરતી રીતે ૧૧ સિંહ અને ૬ સિંહબાળના મોત અકુદરતી રીતે ૭૯ દીપડા અને ૧૬ દીપડાના બચ્ચાના મોત