*ભૂજની સહજાનંદ ગર્લ્સ કોલેજ વિવાદ મામલે ચાર લોકો સામે FIR*

સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓના કપડા ઉતારવા મામલે ચાર લોકો સામે FIR નોંધવામાં આવી છે. સહજાનંદ ગર્લ્સ કોલેજના પ્રિંસીપાલ, હોસ્ટેલ વોર્ડન ઉપરાંત હોસ્ટેલની બે મહિલા આસિસ્ટેંટ સામે FIR નોંધવામાં આવી છે.સહજાનંદ ગર્લ્સ કોલેજમાં બનેલી શરમજનક ઘટનાની નોંધ રાજ્ય સરકારે લીધી છે. તો આ ગંભીર મામલે મહિલા આયોગે પણ સુઓમોટો કરીને તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાદ ટ્રસ્ટીઓની બેઠકોનો દોર શરૂ થયો. જેમાં જવાબદારોની હકાલપટ્ટી થાય ત્યાં સુધીના પગલા લેવાય તેવી શક્યતા છે.ગુજરાતના ઇતિહાસમાં ચકચારી કહી શકાય તેવી ઘટના સહજાનંદ ગલ્સૅ કોલેજમાં બની. વિદ્યાર્થિનીઓ પિરિયડમાં છે કે નહીં તેની તપાસ કોલેજના સંચાલકો દ્વારા કરાઇ. આ ઘટનાના હવે એવા ઘેરા પ્રત્યાઘાત પડયા છે કે રાજ્ય સરકારે આ ગંભીર ઘટનાની નોંધ લઇને આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કડક પગલા ભરશે તેવી વાત કરી છે. સહજાનંદ કોલેજમાં અનેક વિદ્યાર્થિનીઓ સાથે બનેલી આવી શરમજનક ઘટનાની નોંધ મહિલા આયોગે પણ લીધી