બિનઅનામત વર્ગની મહિલાઓના આંદોલન અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, સરકાર કાયદાકીય રીતે ચાલે છે. રાજ્યના મુખ્ય પ્રધાન જે કોઈ નિર્ણય લેશે તે યોગ્ય હશે.
એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ગાંધીનગરમાં બિન અનામત મુદ્દે આંદોલન કરી રહેલી મહિલાઓ સાથે મુલાકાત કરી. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે આ મામલે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. કોઈપણ બહેન સાથે અન્યાય ન થાય તે હિતમાં સરકારે નિર્ણય લેવો જોઈએ. જેમને સમાજે નેતા બનાવ્યા છે તેઓ રાજ ધર્મના બદલે સમાજ ધર્મ નિભાવે. જો આમ નહીં કરે તો ચૂંટણીમાં આગેવાનોએ ઘરે બેસવાનો વારો આવશે.ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પરિપત્ર મામલે સરકારને ચીમકી આપી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે, સરકાર 48 કલાકમાં પરિપત્ર વિવાદનો ઉકેલ લાવે.. જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવશે