*એ.એસ.આઇ.સુરેશભાઇ કોટવાળ 600 ની લાંચ લેતા ઝડપાયા*

રાજકોટની એસીબીએ શનિવારે પોલીસમથકમાં જ છટકું ગોઠવીને એ ડિવિઝન પોલીસ મથકમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ.સુરેશભાઇ કોટવાળને 600ની રકમની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે. ખરાઈના દાખલો કાઢી આપવા માટે લાંચની માંગણી કરતી ફરિયાદ એસીબીને મળી હતી.જેથી રાજકોટ એસીબીની ટીમે છટકું પોલીસ મથકમાં છોઠવ્યું હતુ,જેમાં ફરિયાદી પોલીસ સ્ટેશનમાં દાખલો લેવા આવ્યો ત્યારે ક્રાઈમ રાઈટર હેડ સુરેશભાઈ કોટવાળે દાખલાની સામે 600 માંગતા તેમણે આપતાં જ એસીબીએ તેમણે પકડી લીધા હતા