રાજપીપલા ખાતે કલેક્ટર નર્મદાના અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવી
આ બેઠકમાં નર્મદા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વધુ સારો ડેવલપ કરવા નીચે મુજબના પ્રશ્નોની અસરકારક રજુઆત કરવામાં આવીહ
રાજપીપલા તા 16
રાજપીપલા ખાતે
કલેક્ટર નર્મદા-રાજપીપલાના અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવીહતી.
આ બેઠકમાં નર્મદા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વધુ સારો ડેવલપ કરવા નીચે મુજબના પ્રશ્નોની અસરકારક રજુઆત કરવામાં આવીહતી.
જેમાં વિસલખાડી ઈકો ટુરિઝમ સાઈટ ખાતે બનાવવામાં આવનાર એન્ટ્રી ગેટની અધુરી કામગીરી તાત્કાલિક ધોરણે પુર્ણ કરવા આવે તથા ૧.૫ કિ.મી જેટલો રસ્તો તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તો પ્રવાસીઓ સહેલાઈ ત્યાં જઈ શકશે. તેવા સૂચનો કર્યા હતા. તેમજ જુનારાજ સાઈટ ડેવલપ કરવા અંગે કલેકટરશ નર્મદાને અગાઉ મે મોક્લેલ દરખાસ્તમાં જરૂરી ફેરાફાર કરી, નવેસરથી ફરી દરખાસ્ત પ્રવાસન વિભાગમાં મોકલી આપવા સૂચનો કર્યા હતા. તથા હરસિધ્ધિ માતાજી મંદિર ખાતે જે હોલ તોડી પાડવામાં આવેલ છે. તે સ્થળ પર તાત્કાલિક નવો હોલ બનાવવા આવે તે માટે સુચનો કર્યા. તેના અનુસંધાનમાં કલેકટર નર્મદાએ જણાવ્યુ કે હરસિધ્ધિ માતાજી મંદિર ખાતે નવીન હોલની કામગીરી મંજુર થયેલ છે. તે ટૂંક સમયમાં કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવશે. વધુમાં જિલ્લામાં આવેલ અનેક પવિત્ર ધાર્મિક સ્થાન જેમ કે (૧) જીતનગર મહાદેવજીનું મંદિર. (૨) તિલકવાડા સપ્તમાતૃકા માતાજીનું મંદિર. (૩) રણછોડ રાય રામપુરા મંદિર વગેરે નો પણ વિકાસ કરવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં દરખાસ્ત કરવા સૂચનો કર્યાહતા.
આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા સાથે કલેક્ટર નર્મદા, ધારાસભ્ય પી. ડી. વસાવા, નિવાસી અધિક કલેકટર, નાયબ વન સંરક્ષક અધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ, મુખ્ય ઈજનેર કેવડિયા તથા પ્રવસાન વિભાગ અધિકારીગણ હાજર રહ્યા હતા
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા