નર્મદા જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કન્ટેનમેન્ટ તથા બફરઝોનમાં સંશમની વટી, આર્સેનિક આલ્બમ-૩૦ દવાનું વિતરણ
હોમિયોપેથી આર્સેનિક આબ્લમ-૩૦ પોટેન્સી ગોળી ૧૧૩૨ લોકોને વિતરણ કરાઇ
રાજપીપલા,તા 16
આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા મુજબ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીડૉ.નેહા પરમારની આગેવાની હેઠળ નર્મદા જિલ્લામાં કોરોનાના સંક્રમણથી બચવા અને લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુસર જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસનું વાડી ફળીયું, નવી નગરી ગુવાર રોડ ફળિયા ઉપરાંત તરોપા, પ્રતાપનગર, ધાનપોર, ભદામ સહિત જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં કન્ટેનમેન્ટ તથા બફરઝોનમાં આયુર્વેદમાં ગળો-ધનવટી (સંશમની વટી) અને હોમિયોપેથી આર્સેનિક આબ્લમ-૩૦ દવાના વિતરણની કામગીરી સઘન રીતે કરવામાં આવી રહી છે. હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આબ્લમ-૩૦ પોટેન્સી ગોળી આજે ૧૧૩૨ લોકોને વિતરણ કરાઇ છે.
સાગબારા તાલુકાના હોમિયોપેથી મેડીકલ ઓફીસર ડૉ. પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, નોવેલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આરોગ્યતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેની સાથોસાથ જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જે વિસ્તાર કન્ટેનમેન્ટ તથા બફરઝોન હોય ત્યાં સંશમની વટી અને હોમિયોપેથિક આર્સેનિક આબ્લમ-૩૦ દવાના વિતરણની કામગીરીની સાથોસાથ લોકોને માસ્ક પહેરવાં, વારંવાર હાથ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ સમજાવી રહ્યાં હોવાનું તેમણ ઉમેર્યું હતું..
આયુર્વેદ શાખાની કામગીરીમાં આયુર્વેદ મેડીકલ ઓફિસર વૈધ અંકિતા વિરોજા, વૈધ દિવ્યા સોલંકી, વૈધ શ્રધ્ધા જાકાસણીયા, વૈધ રાજેશ પાટીલ, વૈધ આશિષ, વૈધ ધર્મેશ સુતરિયા તથા હોમિયોપેથી દવા વિતરણ ડૉ. સ્વેજલ ગાંધી તથા ડૉ. પિનાકીન પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા