સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

નર્મદા બ્રેકીંગ

સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

નર્મદા જિલ્લા નો જે સ્ટાફ બહાર મોકલો છે જો એ પાછો નહિ આવે તો આવેદનપત્ર આપવાની અને ધારણા કરવાની આપી ચીમકી

રાજપીપલા, તા 16

ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી.

જેમાં કોવિડ હોસ્પિટલ માંથી ઉઠતી બુમોના પગલે કોવિડ ના મુખ્ય અધિકારીઓ સાથેમળીને કોવિદ હોસ્પિટલ ની સુવીધા બાબતે વિગતે ચર્ચા કરીહતી.

અને બન્ને સાંસદોએ જણાવ્યું હતું કે જે સ્ટાફ અને વેન્ટિલેટર બીજા જિલ્લામાં આપ્યા છે તે પાછા મંગાવો. કોવિડ ના અધિકારી ને સરકાર માં રજુઆત કરવા પણ જણાવ્યું હતું.

એ ઉપરાંત નર્મદા જિલ્લાનો જે સ્ટાફ બહાર મોકલો છેએ જો એ પાછો નહિ આવે તો મનસુખ વસાવા એ આવેદનપત્ર આપવાની અને ધારણા કરવાની ચીમકી પણ આપતા તંત્ર હરકત મા આવી ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કોવિડ માં સ્ટાફ ની અછત છે તે બહાર આવ્યું છે. નર્મદા જિલ્લાનો સ્ટાફ પરત નથી કર્યો છે પણ નવો સ્ટાફ માંગી રહ્યા છે જિલ્લામાં પૂરતો સ્ટાફ નથી અને ક્વોલિફાયડ ડોકટર નથી જેથી અહીં મરણ નો અંક પણ વધતો જાય છે. કોવિડ માં તાત્કાલિક ક્વોલિફાયડ ડોકટર મુકાવા જોઈએ અને સ્ટાફ પણ મુકાવો જોઈએ. જે પણ અધિકારી હોઈ એને અમારો નર્મદા જિલ્લા નો સ્ટાફ પરત મોકલવો જોઈએ બાકી અમારે આંદોલન કરવાની ફરજ પડશેએવી ચીમકી આપતા આજે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા