દેડીયાપાડા, સાગબારા પછી હવે રાજપીપલા ના બજારો પણ મંગળવારથી ત્રણ દિવસ બંધ રહેશે.
રાજપીપલા વેપારી મંડળે પ્રાંત અધિકારી સાથે વેપારીઓએ બેઠક કરી.
મંગળ, બુધ, ગુરુ રાજપીપળા શહેર સ્વયંભૂ બંધ રાખવામાં આવશે.
બહારગામથી આવતા શાકભાજીવાળાઓનો પણ આરટીપીસીઆર ટેસ્ટ થશે .
રાજપીપલા, તા.12
દેડીયાપાડા, સાગબારા પછી હવે કોરોના ના વધતા જતા કેસો અટકાવવા રાજપીપલાના બજારો પણ મંગળવારથી ત્રણ દિવસ બંધ રહેશે.રાજપીપલા ખાતે વેપારી મંડળે પ્રાંત અધિકારી સાથે વેપારીઓએ આજે બેઠક કરી હતી.જેમાં
મંગળ, બુધ, ગુરુ રાજપીપળા શહેર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
ગઈકાલે રાજપીપલા ખાતે એસડીએમ ઓફિસમાં વેપારી મંડળ તથા શાકભાજીના વેપારીઓ સાથે ઇસડીએમ , ડીવાયએસપી પરમાર, નગરપાલિકા પ્રમુખ ગોહિલની ઉપસ્થિતિમાં કોરોનાની ચેનને રોકવાની ચર્ચા થઈ હતી.જેમાં નિર્ણય લેવાયોહતો કે મંગળ, બુધ, ગુરુ રાજપીપળા શહેર સ્વયંભૂ બંધ રાખવામાં આવશે.જો અગર જનતા સાથ નહીં આપે તો અમને એક્શન લેવો પડશે તેમપણ પ્રાંત અધિકારી કે ડી ભગતે જણાવ્યું હતું.તેમજ બહાર ગામથી આવતા શાકભાજી વાળાઓ નો પણ આરટીપીસીઆર કોરોના ટેસ્ટ થશે. જોકે વહીવટીતંત્ર આ નિર્ણય પર એ વાત થઇહતી કે જો આ ચેનને ના રોકી શક્યા તો મોટુ લોકડાઉન કરવાની નોબત પણ આવી શકે છે.તેથી રાજપીપળાની જનતા અમને સાથ સહકાર આપે અને આ ત્રણ દિવસના લોકડાઉનને કારણે કોરોના ના કેશ ઓછા થયા તો આપણા સૌ માટે ખૂબ જ સારી સફળતા ગણાશે.
બીજી બાજુ નાયબ પોલીસ વડા રાજેશ પરમારે જણાવ્યું હતું કે રાત્રે કોઈપણ ગલી મોહલ્લામાં બેસેલા કે મોટરસાયકલ લઈને ફરતા દેખાશે તેમને અવશ્ય દંડ કરવામાં આવશે. તેની પણ જનતાએ નોંધ લેવી કોરોનાની આ ચેનને રોકવા જનતા અમને સાથ સહકાર આપે તો આ ખરેખર જનતાની અને આપણા સૌની ખૂબ જ મોટી સફળતા હશે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા