નર્મદામા જિલ્લામાં આજે કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા
લોકડાઉંનને લીધે
રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 02કેસ
તો સાગબારા ના પાટ ગામે 10કેસ નોંધાયા
જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2540 થઈ
રાજપીપલાતા 14
નર્મદામા કોરોના કેસનો આંક 2500ને પાર કરી ગયો છે
નર્મદામા જિલ્લામાં આજે કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયાહતા. લોકડાઉંનને લીધે
રાજપીપલા મા કેસો ઘટ્યા હતા. આજે માત્ર 02કેસ જોવા મળ્યા. જયારે સાગબારા ના પાટ ગામે 10કેસ નોંધાયા હતા
જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2540 થઈહતી
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 01 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 20 સહિત કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1296,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1177 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2540 નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 22 દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1473 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-2389 દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 47 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 60 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 27 અને વડોદરા ખાતે 14 દરદીઓ સહિત કુલ-148 દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં 940 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 875 સહિત કુલ-1815 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-43217 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 26 દરદીઓ, તાવના 22 દરદીઓ, ઝાડાના 25 દરદીઓ સહિત કુલ-73 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001688 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 946312 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા